ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, કયા સેન્ટરનું કેટલું રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ કેવી રીતે જો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, કયા સેન્ટરનું કેટલું રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ કેવી રીતે જોવાય? જાણો

05/02/2023 Education

SidhiKhabar

SidhiKhabar

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, કયા સેન્ટરનું કેટલું રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ કેવી રીતે જો

GSEB 12th Science Result 2023 : રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયુ છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જાહેર પરિણામ જાહેર કર્યુ હતું. ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયુ છે. રાજ્યમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જાણી શકાય છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જાહેર થયુ છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. આ સાથે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 6188 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 11,984 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 19,135 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 24,185 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 8975 વિદ્યાર્થીઓને D ગ્રેડ, 115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે.


મોરબીનું હળવદ સાથી આગળ

મોરબીનું હળવદ સાથી આગળ

ધોરણ 12માં 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ અને સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ આવ્યુ છે. રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ જ્યારે 76 શાળાઓનું પરિણામ 10 ટકાથી પણ ઓછું આવ્યું છે. રાજ્યમાં જાહેર થયેલા પરિણામમાં અમદાવાદ શહેરનું 65.62 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 69.92 ટકા અને એ- ગ્રુપનું 72.27 ટકા, બી- ગ્રુપનું 61.71 ટકા તેમજ એબી ગ્રુપનું 58.62 ટકા પરિણામ આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત- 71.15 ટકા, નવસારી- 64.61 ટકા, તાપી- 43.22 ટકા, વલસાડ- 46.92 ટકા, ભરૂચ- 59.34 ટકા અને ડાંગ- 58.54 ટકા પરિણામ સાથે રહ્યા હતા.


આ રીતે ચેક કરો પરિણામ

આ રીતે ચેક કરો પરિણામ

સ્ટેપ- 1: પરિણામ તપાસવા માટે વિદ્યાર્થીઓ પહેલા સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ.

સ્ટેપ-2 : તે પછી વિદ્યાર્થી હોમ પેજ પર GSEB પરિણામ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ- 3: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.

સ્ટેપ-4: આ પેજ પર વિદ્યાર્થીઓ તેમનો રોલ નંબર અને અન્ય વિગતો દાખલ કરો.

સ્ટેપ-5: હવે વિદ્યાર્થીનું 12માનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ-6: હવે વિદ્યાર્થીઓ આ પેજ ડાઉનલોડ કરો.

સ્ટેપ-7: અંતે વિદ્યાર્થીઓ આ પેજની પ્રિન્ટ આઉટ લઇ લો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top