ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

06/04/2022 Education

SidhiKhabar

SidhiKhabar

ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

ગુજરાત બોર્ડે આજે, 4 જૂન, 2022 ના રોજ GSEB HSC ના સામાન્ય પ્રવાહનું પરિણામો 2022 જાહેર કર્યા છે. વિદ્યાર્થી હવે gse.org પર તેમનું ગુજરાત બોર્ડ ધો.12માં આર્ટસ, કોમર્સ પરિણામો 2022 ઓનલાઇન જોઈ શકે છે. gseb.org ધો.12મા પરિણામો માટેની સીધી લિંક વિદ્યાર્થીઓ માટે સક્રિય થઈ ગઈ છે.


ગુજરાતના સમગ્ર પરિણામને જોતાં સૌથી વધુ પરિણામ સુબીર, છાપી અને અલારસામાં 100 ટકા પરિણામ છે. આ સાથે સૌથી ઓછું પરિણામ ડભોઇમાં જોવા મળે છે જે 56.43 ટકા છે. સૌથી વધુ પરિણામ ધરાવતા જીલ્લો ડાંગનું 95.41 ટકા છે.આ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જીલ્લો વડોદરાનું 76.49 ટકા છે.

ગુજરાતની તમામ શાળાનું પરિણામ જોતાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 છે. જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 1 છે. અંગ્રેજી માધ્યમની શાળાનું પરિણામ 86.85 ટકા છે. જ્યારે ગુજરાતી માધ્યમની શાળાનું પરિણામ 87.22 ટકા છે. આ સાથે 2075 દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા હતી જેમાં 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડનો લાભ લેનાર દિવ્યાંગ 415 છે.

ગુજરાત બોર્ડની કામગીરીને જોતાં 2544 ગેરરિતીના કેસ નોંધાયા હતા. A - 1 મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2092 છે. A - 2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 25,432 છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top