અયોધ્યા તીર્થયાત્રાએ જનારા ગુજરાતીઓની સુવિધા માટે ગુજરાત સરકારે ભર્યું આ પગલું..! જાણો સમગ્ર વા

અયોધ્યા તીર્થયાત્રાએ જનારા ગુજરાતીઓની સુવિધા માટે ગુજરાત સરકારે ભર્યું આ પગલું..! જાણો સમગ્ર વાત

02/01/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અયોધ્યા તીર્થયાત્રાએ જનારા ગુજરાતીઓની સુવિધા માટે ગુજરાત સરકારે ભર્યું આ પગલું..! જાણો સમગ્ર વા

Gujarat Government : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણથી દેશ અને દુનિયાના નકશા પર આ શહેરનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. લાખો ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારથી દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં સરકાર ભક્તો માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. 

તે દરમિયાન, દેશના સૌથી પ્રખ્યાત રાજ્યોમાંના એક ગુજરાતે તેના રાજ્યના શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે ગુજરાત સરકારે જમીન ખરીદી છે. હવે નજીકના ભવિષ્યમાં મહત્વની કામગીરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે.


ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે

ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે

ગુજરાતના લોકો મોટી સંખ્યામાં ધાર્મિક યાત્રા કરવા જતા હોય છે. હવે અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરને જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાના રાજ્યના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી છે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અયોધ્યામાં રામભક્તો માટે જમીન લીધી છે અને ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે નજીકના ભવિષ્યમાં સારી ઇમારત બનાવવામાં આવશે. સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ અયોધ્યામાં આ કામ કરી ચુક્યા છે.


અયોધ્યાની જમીનની કિંમતો આસમાને

તમને જણાવી દઈએ કે, મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત દેશના મુખ્ય શહેરોમાં ગુજરાત ભવન બનાવવામાં આવ્યા છે. જ્યાં જનાર ગુજરાતી લોકોને સસ્તા ભાવે આવાસની સુવિધા આપવામાં આવે છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા હતા. ત્યારબાદ અયોધ્યાની જમીનની કિંમતો આસમાને પહોંચવાની સાથે વેપારમાં પ્રગતિના સમાચાર મળી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં હોટલ રેસ્ટોરા સહિતના વેપારમાં તેજી જોવા મળી શકે છે. 


રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવનના નિર્માણ માટે પહેલાથી જ જમીન ખરીદી લીધી છે. હવે ભવનને તૈયાર કરવાનું કાર્ય નજીકના ભવિષ્યમાં કરવામાં આવશે, માનવામાં આવી રહ્યું છે કે જે ગતિથી રામ મંદિરનું નિર્માણ થયું છે, તે જ ગતિથી અયોધ્યામાં ગુજરાત ભવનનું નિર્માણ કાર્ય પણ પુરું કરવામાં આવશે, જેથી ત્યાં જનાર ગુજરાતી નાગરિકોને જલ્દીથી તેનો લાભ મળી શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top