ગુલાબો સીતાબો ફિલ્મ રીવ્યુ

ગુલાબો સીતાબો ફિલ્મ રીવ્યુ

06/13/2020 Glamour

SidhiKhabar

SidhiKhabar

ગુલાબો સીતાબો ફિલ્મ રીવ્યુ

કોરોના વૈશ્વિક મહામારીમાં સમગ્ર દેશમાં લોકડાઉન છે. તેથી દર શુક્રવારે રીલીઝ થતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બંધ છે. ફિલ્મ જગત સિનેમાઘરોના માધ્યમથી નહિ પરંતુ હવે ડિજીટલ પ્લેટફોર્મનો ઉપોયગ કરી લોકોનું માંનોરંજન કરાવી રહ્યું છે. જેથી લોકડઉન દરમિયાન લોકો પોતાને ઘરે બેસીને ફિલ્મનો આંનદ લઇ શકશે.

હાલમાં જ ૧૨ જૂને રીલીઝ થયેલી ફિલ્મ ગુલાબો સીતાબો જેમાં ફિલ્મ જગતના શહેનશાહ અમિતાબ બચ્ચન અને બધા જ રોલમા ફીટ થનારા આયુષ્યમાન ખુરાના જોવા મળ્યા છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી બચ્ચન સાહેબ અને આયુષ્યમાનના ફેન આ ફિલ્મનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગુલાબો સીતાબોના ફિલ્મ નિર્દેશક સુજિત સરકાર છે.


ફિલ્મની વાર્તા ૭૮ વર્ષના મિર્ઝાની આજુબાજુ ફરે છે. જે સ્વભાવે ખૂજ જ ખડૂસ, લાલચી, કંજૂસ અને ઝઘડાળુ હોય છે. બુઢા મિર્ઝાની પત્ની ફાતિમાને એના બાપદાદા તરફથી એક હવેલી આપવામાં આવેલી. આ હવેલી મિર્ઝાને પોતાના જાનથી પણ વધુ વહાલી છે. આ ભંગાર અને જર્જરિત થઇ ગયેલી હવેલીનું નામ ‘ફાતેમા મહેલ’ છે. અહીં અમિતાભ જે પાત્ર ભજવે છે એ મિર્ઝા એટલો લોભી છે કે તે તેની પત્ની ફાતેમાની મરવાની રાહ જોઈને બેઠો છે કે ક્યારે આ હવેલી એના નામ પર થઈ જાય!

અહીં મજેદાર વાત તો એ છે કે આ હવેલીમાં ઘણા બધા ભાડૂત રહેતા હોય છે, જેમનું માસિક ભાડું માત્ર ૩૦થી ૭૦ રૂપિયા જ છે. પરંતુ તેઓ આટલું ભાડું પણ ચૂકવી શકતા નથી. આ બધા ભાડૂતની વચ્ચે એક બાંકે રસ્તોગી નામનો ભાડૂત રહે છે. આ બાંકે રસ્તોગી પોતાની જાતને અતિશય ગરીબ વ્યક્તિમાં ખપાવીને ભાડું ભરવામાં ગાળિયા કાઢતો રહે છે. પણ હકીકતે બાંકે એક કંજૂસ વ્યક્તિ છે. તે પોતાની માં અને ત્રણ બહેનો સાથે હવેલીના એક હિસ્સામાં રહે છે. બાંકે અને મિર્ઝાની વચ્ચે કોઈ ને કોઈ વાતે ઝઘડો થયા જ કરતો હોઈ છે. મિર્ઝાએ બાંકેને ગમે એમ કરીને હવેલીમાંથી કાઢી મૂકવા માંગે છે. આ માટે તે બાંકેને વારંવાર હેરાન કરતો રહે છે. એક દિવસ કંટાળીને બાંકે કોમન ટોયલેટની દીવાલ તોડી નાખે છે મિર્ઝા તેને કાઢી મૂકવા માટે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. આ બધા વચ્ચે વધુ એક કેરેક્ટર આર્કિયોલોજીસ્ટ ઓફિસરનું પણ છે. આ ઓફિસર બાંકે સાથે મળીને ફાતેમા હવેલીને હૈરીટેજ બનાવવા માટે સાજિશ કરે છે. પરંતુ  મિર્ઝા બધા કરતા ચાલાક નીકળે છે. હવે જોવાનું એ રહ્યું કે બાંકે અને મિર્ઝા પૈકી કોણ ફાતેમ મહેલ કબજે કરવાની પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે!

ફિલ્મની શરૂઆતમાં લાગે કે ફિલ્મ ખૂબ ધીમી ચાલી રહી છે પરંતુ ફિલ્મનો અંત મજેદાર છે. ફિલ્મમાં ઘણી ફિમેલ કેરેક્ટર પણ છે જે મજબૂત અને નિર્ણય લેવામાં સક્ષમ હોવાની સાથે જ સામાન્ય સ્ત્રીઓ કરતા વધુ બોલ્ડ હોય છે. ફિલ્મના ડાયલોગમાં  હિન્દી, ઉર્દૂ, અવધી બોલીનું મિશ્રણ છે. ફિલ્મનું ‘જૂતમ ફેંક...’ ગીત અત્યારે લોકપ્રિય થઇ રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top