પ્રતિબંધને કારણે હાર્દિક પંડ્યા IPL 2025ની પહેલી મેચ નહીં રમે, આ ખેલાડી MIની સુકાની સંભાળશે
હાર્દિક પંડ્યા IPL 2025માં તેની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે નહીં રમી શકે કે અને ન તો સુકાની સંભાળી શકશે, કારણ કે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં, સવાલ એવો ઉભો થાય કે હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ હોવાને કારણે પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની સુકાની કોણ સંભાળશે? હાર્દિક પંડ્યાએ પોતે તેનો જવાબ આપ્યો છે અને IPL 2025 ની પહેલી મેચમાં ટીમની કેપ્ટનશીપ કરનાર ખેલાડીનું નામ આપ્યું છે અને તે આખી સીઝન માટે ટીમનો ઉપ-કેપ્ટન પણ રહેશે.
હાર્દિકના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ ટીમની સુકાની સંભાળશે. હાર્દિક પંડ્યાએ IPL 2025 પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી હકી કે તેના પર પ્રતિબંધને કારણે સૂર્યકુમાર યાદવ પહેલી મેચમાં મુંબઇની સુકાની સંભાળશે. ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી થઇ હતી અને અને ટીમની સુકાની પણ સોંપવામાં આવી હતી. ત્યારબાદ હાર્દિકને કેપ્ટન્સી સોંપવાને લઇને ખૂબ હોબાળો થયો હતો.
ગત સીઝનમાં તેની કેપ્ટન્સી હેઠળ, મુંબઈ ઇન્ડિયન્સને 3 વખત સ્લો ઓવર રેટ માટે સજા ફટકારવામાં આવી હતી અને IPLના નિયમો અનુસાર, જો કોઈ કેપ્ટન લીગ તબક્કામાં 3 મેચોમાં સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરે છે, તો તેને આગામી મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ગત સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની અંતિમ લીગ મેચમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટની સજા થઇ હતી. જેથી હાર્દિક પર આ સીઝનની પહેલી મેચ માટે પ્રતિબંધ છે.
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025માં પોતાની પહેલી મેચ 23 માર્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. બંને ટીમોએ અત્યાર સુધીમાં 5-5 IPL ટાઇટલ જીતી છે. એવા મેચ સૌથી રસપ્રદ રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લી વખત 2023માં ટૂર્નામેન્ટ જીતી હતી, પરંતુ મુંબઈ છેલ્લી વખત 2020માં ચેમ્પિયન બન્યું હતું. આ મેચને એલક્વાસિકો કહેવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp