પ્રેસ કોન્ફરન્સના સમયે અચાનક એચ.ડી. કુમારસ્વામીના નાકમાંથી કેમ વહેવા લાગ્યું લોહી? સામે આવ્યું કારણ
કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી રવિવારે બેંગ્લોરમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ઇમરજન્સીમાં તેમને જયનગર અપોલો હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. પ્રાથમિક જાણકારી મુજબ બોડીમાં વધુ પડતી ગરમી હોવાના કારણે તેમની નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.વાઇ. વિજયેન્દ્ર, કુમારસ્વામી અને રાજ્યના વિપક્ષ નેતા આર. અશોકના નેતૃત્વમાં ભાજપ-JDS નેતાઓની બેઠક થઇ.
વિજયેન્દ્રએ કહ્યું કે નેતાઓએ મૈસૂર શહેરી વિકાસ ઓથોરિટી (MUDA) કૌભાંડ સહિત કર્ણાટકમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર પાછળ કારણો પર ચર્ચા કરવા માટે બેઠક કરી. ભાજપ સાથે સાથે JDSના બધા વરિષ્ઠ નેતાઓએ પણ બેઠક કરી. ભાજપના નેતાએ કહ્યું કે, બંને પાર્ટીઓએ 3 ઑગસ્ટે પદયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. બી.એસ. યેદિયુરપ્પા અન એચ.ડી. કુમારસ્વામી આ યાત્રામાં ભાગ લેશે. આ 7 દિવસીય યાત્રા છે, જે 3 ઑગસ્ટથી શરૂ થશે અને 10 ઑગસ્ટે સમાપ્ત થશે. 10 ઑગસ્ટે ભાજપના રાષ્ટ્રીય નેતા પણ ઉપસ્થિત રહેશે. જો સરકાર અમારી પદયાત્રાને રોકવાનો પ્રયાસ કરશે તો પણ અમે નહીં રોકાઇએ.
#WATCH | Karnataka: Union Minister HD Kumaraswamy was taken to hospital after his nose started bleeding while he was attending a press conference in Bengaluru. pic.twitter.com/yGX1pOwGVZ — ANI (@ANI) July 28, 2024
#WATCH | Karnataka: Union Minister HD Kumaraswamy was taken to hospital after his nose started bleeding while he was attending a press conference in Bengaluru. pic.twitter.com/yGX1pOwGVZ
ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્રએ કહ્યું કે, કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. પછી તે MUDA કૌભાંડ હોય કે SCP TSP ફંડ. અમે આગામી શનિવારે બેંગ્લોરથી મૈસૂર સુધી પદયાત્રા કરવાનો નિર્ણય લીધો છે. 10 ઑગસ્ટે મૈસૂરના કાર્યક્રમ માટે ભાજપના દિગ્ગજ નેતા સામેલ થશે. ANIના રિપોર્ટ મુજબ, કર્ણાટકના નેતા વિપક્ષ આર. અશોકે કહ્યું કે, અમે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ પદયાત્રા શરૂ કરીશું. તેમણે આરોપ લગાવ્યો કે, અનુસૂચિત જનજાતિ સમુદાયના કલ્યાણ માટે આવેલા પૈસાઓને કોંગ્રેસ સરકારે લૂંટી લીધા છે. આ કર્ણાટકમાં મોટો કૌભાંડ છે અને સિદ્ધારમૈયા આ બધા કૌભાંડોમાં સામેલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp