ભયાનક માર્ગ અકસ્માત' બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આગ લાગી, 6 લોકો જીવતા સળગી ગયા! અને 3

ભયાનક માર્ગ અકસ્માત' બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આગ લાગી, 6 લોકો જીવતા સળગી ગયા! અને 32 લોકો...'જુઓ વિડિઓ

05/15/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભયાનક માર્ગ અકસ્માત' બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આગ લાગી, 6 લોકો જીવતા સળગી ગયા! અને 3

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર મોડી રાત્રે એક બસ અને ટ્રકની જોરદાર અથડામણ થઈ ગઈ અને ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ લાગી હતી. અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતાટ્રક અને બસના ચાલકનું મોત

ટ્રક અને બસના ચાલકનું મોત

ઘાયલોએ જણાવ્યું કે, અકસ્માત સમયે બસમાં 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાઇવે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું. બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધી છ લોકો જીવતા જ મોતને ભેટી ગયા અને આ માર્ગ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે જેમની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.પોલીસ અધિકારીએ જણાવ્યુ

પોલીસ અધિકારીએ જણાવ્યુ

આ ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યુ, અમને ઘટના વિશે અમુક લોકોના માધ્યમથી જાણકારી મળી. અમે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓને સતર્ક કરી દીધી છે. જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા તો બસ આગની ચપેટમાં આવી ગઈ હતી.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top