ભીષણ ભૂસ્ખલનમાં 43 લોકોના મોત, સેકડો લોકો દબાયા હોવાની આશંકા. રેસ્ક્યૂમાં લાગી ટીમ

ભીષણ ભૂસ્ખલનમાં 43 લોકોના મોત, સેકડો લોકો દબાયા હોવાની આશંકા. રેસ્ક્યૂમાં લાગી ટીમ

07/30/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભીષણ ભૂસ્ખલનમાં 43 લોકોના મોત, સેકડો લોકો દબાયા હોવાની આશંકા. રેસ્ક્યૂમાં લાગી ટીમ

Kerala Landslides: કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે, જેમાં સેકડો લોકો દબાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અકસ્માત વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કઇ ટાઉન અને ચૂરલ માલામાં મંગળવારે (30 જુલાઇ)એ સવારે થયું. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, ભૂસ્ખલનની ઝપેટમાં આવીને 26 લોકોના મોત થઇ ગયા છે. જો કે, સત્તાવાર અત્યારે 8 લોકોના મોતની પુષ્ટિ થઇ છે, જેમાં એક બાળક સામેલ છે.


ઇજાગ્રસ્ત 50 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા

ઇજાગ્રસ્ત 50 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા

ભૂસ્ખલનની ઝપેટમાં આવીને ઇજાગ્રસ્ત થયેલા 50 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાવાવમાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રાત્રે લગભગ 1:00 વાગ્યે મુંડક્કઇ ટાઉનમાં પહેલું ભૂસ્ખલન થયું. મુંડક્કઇમાં અત્યારે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે જ સવારે લગભગ 4:00 વાગ્યે ચૂરલા માલામાં એક શાળા પાસે બીજું ભૂસ્ખલન થયું. એક શિબિરના રૂપમાં ચાલી રહેલી શાળા અને આસપાસના ઘરો અને દુકાનોમાં ભૂસ્ખલનના કારણે પાણી અને કીચડ ભરાઇ ગયું. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.


ઇમરજન્સી સહાયતા માટે હેલ્પલાઇન નંબર જાહેર:

ઇમરજન્સી સહાયતા માટે હેલ્પલાઇન નંબર જાહેર:

કેરળના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ જણાવ્યું કે, હેલ્પલાઇન નંબર જાહેર કરી દેવામાં આવ્યા છે અને વાયુસેના રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.  CMOએ જણાવ્યું કે, ભારે વરસાદ બાદ વાયનાડમાં ભૂસ્ખલન થયું છે. હેલ્થ ડીપાર્ટમેન્ટ- નેશનલ હેલ્થ મિશનના કંટ્રોલ રમ ખોલી દેવામાં આવ્યું છે અને ઇમરજન્સી સહાયતા માટે 9656938689 અને 8086010833 હેલ્પલાઇન નંબર જાહેર કરી દેવામાં આવ્યા છે. વાયુસેનાના 2 હેલિકોપ્ટર MI-17 અને એક ALH રવાના થઇ  ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top