વેરી હોટ યામિનીસિંહ લોકડાઉન બાદ આવી ફિલ્મમાં કામ કરવું છે!
ભોજપુરી ફિલ્મોની હોટ અભિનેત્રી યામિનીસિંહ 'મર્દાની -2' માં રાણી મુખર્જી દ્વારા ભજવેલ ભૂમિકાથી ખૂબ પ્રભાવિત છે, અને તે આવી ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. યામિનીએ કહ્યું કે આવી ફિલ્મો ભોજપુરીમાં થવી જોઈએ. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે આવનારા સમયમાં તે આવી વાર્તા પર જ કામ કરશે. ભોજપુરીમાં પરિવર્તનના સવાલ પર યામિનીએ કહ્યું કે, ભોજપુરીનો વિષય બોલીવુડમાં પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. છતાંય ભોજપુરી ફિલ્મોમાં અમુક વિષયો પર ફિલ્મો કેમ નથી બનતી? યામિની માને છે કે ભોજપુરીમાં એક કરતા વધારે વિષયો છે. જો આજના સમયની માંગ પ્રમાણે ફિલ્મો બને તો ભોજપુરી ફિલ્મોનું સ્તર સુધરી શકે. ભોજપુરીમાં પણ સારી ફિલ્મો બની શકે છે, એ સાબિત કરવાનો સમય આવી ગયો છે. મરદાની -2 અને ક્વીન જેવી ફિલ્મોની પ્રશંસા કરતા, યામિનીએ કહ્યું કે આવી ફિલ્મો ચેલેંજીંગ છે અને હું પડકાર સ્વીકારું છું. અને આવા રોલ કરવા માંગુ છું. મારું માનવું છે કે લોકડાઉન પછી ઘણી વસ્તુઓ બદલાઈ જશે અને ભોજપુરીમાં પણ એક સારી સ્ક્રિપ્ટ રજૂ કરવામાં આવશે.
ભોજપુરી ફિલ્મોમાં હોટ હિરોઈન તરીકે પ્રખ્યાત યામિનીને અચાનક મર્દાની જેવી ફિલ્મોમાં શા માટે રસ પડ્યો? શું એ પોતાની સેક્સી એન્ડ એટ્રેક્ટિવ ઈમેજને બદલે રફ એન્ડ ટફ લેડી બનવા માંગે છે? યામિની અના જવાબમાં ભોજપુરી સ્ટાર ઘેસરીનું ઉદાહરણ આપે છે. ઘેસરીએ ભોજપુરીમાં 'કબીર સિંહ'ની રીમેક બનાવી છે. યામિની આને પરિવર્તન લાવનારા પગલા તરીકે જુએ છે. એના કહેવા મુજબ કબીરસિંહ એક મોટી ફિલ્મ છે. જો આપણે તેને યોગ્ય રીતે ભોજપુરીમાં બનાવવામાં સફળ થઈએ, તો વધુ સારા સિનેમા તરફનો એક માર્ગ ખૂલશે. યામિનીને આશા છે કે ઉદ્યોગના નિર્માતાઓ અને લેખકો આ મહત્વની વાત સમજશે અને ભોજપુરી ફિલ્મો માટે સારી વાર્તાઓ લખશે.
આમ તો નાટકમાં કે સિરીયલમાં કે પછી પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં કામ કરનાર કોઈ પણ કલાકારનું આખરી સ્વપ્ન બોલીવુડ ફિલ્મોમાં કામ કરીને છવાઈ જવાનું જ હોય છે. બીટેકનો અભ્યાસ કરી ચૂકેલી યામિની પણ એમાંથી બાકાત નથી. યામિનીએ કહ્યું કે તેણે હજી ભોજપુરીમાં પોતાનું નામ મેળવ્યું છે. કારકિર્દી અહીંથી શરૂ થઈ છે. હજુ ઘણા શિખરો સર કરવાના છે. તો જ હું બીજી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરી શકીશ. પરંતુ, જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી, અહીંનું વાતાવરણ બદલવાની આપણી જવાબદારી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp