કાર્ટરપુરી, હરિયાણાના ગામનું નામ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના નામ પર કેમ રાખવામાં આ

કાર્ટરપુરી, હરિયાણાના ગામનું નામ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના નામ પર કેમ રાખવામાં આવ્યું?

12/30/2024 National

SidhiKhabar

SidhiKhabar

કાર્ટરપુરી, હરિયાણાના ગામનું નામ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના નામ પર કેમ રાખવામાં આ

અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન થઇ ગયું છે. અમેરિકામાં જન્મેલા જિમી કાર્ટરનો ભારત સાથે ખાસ સંબંધ છે. ભારતના હરિયાણા રાજ્યના એક ગામનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં વર્ષ 1978માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ભારત આવ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન, જ્યારે તેમણે ગુરુગ્રામ જિલ્લાના દૌલતપુર નસીરાબાદ ગામની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા હતા કે અમેરિકામાં જન્મેલા જિમી કાર્ટરને દૌલતપુર નસીરાબાદ ગામ વિશે કેવી રીતે ખબર છે અને તેઓ ત્યાં કેમ જવા માગે છે?

કાર્ટર વર્ષ 1978માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન જીમી કાર્ટર તેમની માતા બેસી લિલિયન કાર્ટર અને પત્ની રોઝેલીન કાર્ટર સાથે દૌલતપુર નસીરાબાદ ગામમાં ગયા હતા. ત્યારે ત્યાંનું સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. ગામલોકોએ કલ્પના પણ કરી નહોતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ તેમને આટલી સરસ રીતે મળશે.


દૌલતપુર નસીરાબાદ ગામ સાથે શું જોડાણ હતું?

દૌલતપુર નસીરાબાદ ગામ સાથે શું જોડાણ હતું?

જીમી કાર્ટરની માતા નર્સ હતા અને વિશ્વ યુદ્ધ દરમિયાન ભારત આવ્યા હતા. તેમની માતા દૌલતપુર નસીરાબાદ ગામમાં અવારનવાર આવતી હતી અને જેલદાર સરફરાઝની હવેલીમાં ઘણી વાર જતી હતી. આ સમય દરમિયાન, જીમી તેના ગર્ભમાં હતો. થોડા વર્ષો ભારતમાં રહ્યા બાદ તે અમેરિકા પાછી જતી રહી. પરંતુ દૌલતપુર નસીરાબાદ ગામ તેમના દિલમાં વસી ગયું હતું. આવી સ્થિતિમાં જ્યારે તેમને ખબર પડી કે તેમનો પુત્ર ભારત પ્રવાસ પર જઈ રહ્યો છે. જેથી તેમણે દોલતપુર નસીરાબાદ ગામે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે જીમી કાર્ટરે પી કરી અને તેમની માતાને દોલતપુર નસીરાબાદ ગામમાં લઈ આવ્યા હતા.

દૌલતપુર નસીરાબાદ ગામના લોકોને જિમી કાર્ટર એટલો ગમ્યો કે તેમણે પોતાના ગામનું નામ બદલીને 'કાર્ટરપુરી' ગામ રાખ્યું. જ્યારે જીમી કાર્ટર અહીં આવ્યા ત્યારે તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ તેમની સાથે હતા. ગામલોકોએ ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું અને તેમને હરિયાણવી વસ્ત્રો ભેટમાં આપ્યા. જે તેમણે પણ પહેર્યા હતી.

કાર્ટરે વિશ્વ કૂટનીતિના પોતાના વિઝનને આગળ વધારવા માટે વર્ષ 1982માં કાર્ટર સેન્ટરની સ્થાપના કરી હતી. સામાજિક અને આર્થિક ન્યાયને પ્રોત્સાહન આપવાના તેમના અથાક પ્રયાસો માટે તેમને 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, તેમણે 2015માં જાહેર કર્યું કે તેમને મગજનું કેન્સર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top