ટ્રેનની ઝપેટમાં આવવાથી હાથિયોને બચાવશે રેલવેની ગજરાજ, જાણો આ ટેક્નિક વિશે

ટ્રેનની ઝપેટમાં આવવાથી હાથિયોને બચાવશે રેલવેની ગજરાજ, જાણો આ ટેક્નિક વિશે

12/01/2023 National

SidhiKhabar

SidhiKhabar

ટ્રેનની ઝપેટમાં આવવાથી હાથિયોને બચાવશે રેલવેની ગજરાજ, જાણો આ ટેક્નિક વિશે

રેલવે ટ્રેક પર હાથી ઝપેટમાં આવી જાય છે. તેમાંથી કેટલાક ઇજાગ્રસ્ત થઇ જાય છે અને કેટલાકના મોત થઇ જાય છે. હાથિયોના મોતને રોકવા રેલવે માટે મોટો પડકાર હતો કેમ કે છેલ્લા 10 વર્ષમાં ટ્રેનની ઝપેટમાં આવવાથી લગભગ 200 હાથીઓના મોત થઇ ચૂક્યા છે. હાલમાં જ ભારતીય રેલવેએ આ સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું છે અને પાયલટ પ્રોજેક્ટના રૂપમાં ટેક્નિકનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. હાથીઓ ટ્રેનની ઝપેટમાં આવવાની ઘટનાઓ આખા દેશમાં થતી રહે છે, પરંતુ સૌથી વધુ ઘટનાઓ પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં થાય છે.


નવી ટેક્નિક કરાઇ વિકસિત

ઘણી વખત હાથીઓના ઝુંડ જ ટ્રેક પર આવી જાય છે. લોકો પાયલટ દ્વારા ટ્રેનને રોકતા રોકતા ઝપેટમાં આવી જાય છે. જો કે, ભારતીય રેલવે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સંભવિત ક્ષેત્રોમાં સતત પેટ્રોલિંગ કરાવે છે. એ છતા ઘટનાઓ થાય છે. છેલ્લા 10 વર્ષોમાં હાથીઓની ટ્રેનની ઝપેટમાં આવવાથી મોત થઇ ચૂક્યા છે. તેમાં આસામમાં 30, પશ્ચિમ બંગાળમાં 55, ઓરિસ્સામાં 14, ઉત્તરાખંડમાં 9, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાં 1-1 હાથીનું મોત થઇ ચૂક્યું છે.  રેલવેએ આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે નવી ટેક્નિક વિકસિત કરી છે, જેનું નામ ગજરાજ છે. તેનો પાયલટ પ્રોજેક્ટ પૂર્વોત્તરમાં નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે લગભગ 70 કિમી. રેલવે ટ્રેક ન્યૂ અલીપુર દ્વારા અને લામડિંગ સેકશન વચ્ચે કરવામાં આવ્યું છે.


શું છે ગજરાજ ટેક્નિક:

શું છે ગજરાજ ટેક્નિક:

નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના GM અંશુલ ગુપ્તાએ જણાવ્યું કે રેલવે ટ્રેકના કિનારે કિનારે ઓપ્ટિકલ ફાઇબર બિછાવીને સેન્સર લગાવવામાં આવ્યા છે જે કંટ્રોલ રૂમ, રેલવે સ્ટેશન અને રેડિયો કમ્યુનિકેશનના માધ્યમથી એન્જિન સાથે કનેક્ટ છે. આ પ્રકારે જ્યારે હાથી ટ્રેક પર આવશે, તેના દબાણથી કંપન ઉત્પન્ન થશે. જેની સૂચના કંટ્રોલ રૂમ, સ્ટેશન માસ્ટર અને લોકો પાયલટ પાસે પહોંચશે. એટલું જ નહીં, એ જ સમયે એલાર્મ પણ વાગશે. આ પ્રકારે ત્રણેય જગ્યાએ એક સાથે સૂચના પહોંચી શકશે. તેનાથી એ પણ ખબર પડશે કે કંપન ક્યાં થયું છે. લોકો પાયલટ એ મુજબ ટ્રેની સ્પીડ ઓછી કરશે કે રોકશે. આ ટેક્નિકથી લગભગ 14 એલિફન્ટ કોરિડોર કવર થઇ ચૂક્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top