'મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા ગુનો કેવી રીતે?' SCએ કર્ણાટક સરકારને પૂછ્યો સવાલ, જાણો શું છે મામલો
'Jai Shri Ram' Slogan inside Mosque: સુપ્રીમ કોર્ટે મસ્જિદની અંદર 'જય શ્રી રામ'ના નારા લગાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં દાખલ કરાયેલા કેસને રદ કરવા સામે હાઇકોર્ટના આદેશને પડકારતા કેસમાં કર્ણાટક સરકાર પાસેથી જવાબ માગ્યો છે. SCએ આ કેસમાં કર્ણાટક સરકારને નોટિસ આપવાનો ઇનકાર કરી દીધો છે.
આ મામલો દક્ષિણ કન્નડ જિલ્લાનો છે. અહીં 2 લોકો મસ્જિદમાં પ્રવેશ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારબાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આ કેસને રદ કરી દીધો હતો. ત્યારબાદ SCમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આ ગુનો કેવી રીતે થઇ શકે? કોર્ટના આ પ્રશ્નના જવાબમાં અરજદારના વકીલે કહ્યું હતું કે, જો એક સમુદાયના ધાર્મિક સ્થળ પર બીજા સમુદાયના નારા લગાવવાની પરવાનગી આપવામાં આવે તો તેનાથી કોમી વિવાદ થઇ શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હૈદર અલીએ નામના વ્યક્તિની અરજી પર કર્ણાટક સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
હાઇકોર્ટના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કર્ણાટક સરકાર પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. આ કેસમાં, હાઇકોર્ટે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી ન હોવાના આધારે મસ્જિદની અંદર નારા લગાવનારા બદમાશો સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી હતી.
પોતાના નિર્ણયમાં હાઇકોર્ટે કહ્યું હતું કે, એ સમજની બહાર છે કે જો કોઇ જય શ્રી રામ બોલે છે, તો તે કોઇ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને કેવી રીતે ઠેસ પહોંચાડે છે. જ્યારે ફરિયાદીએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સૌહાર્દ છે. એવામાં આ ઘટનાને કોઇપણ રીતે ગુનો ગણી શકાય નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp