કેનેડામાં ભૂખ હડતાળ પર ભારતીય વિદ્યાર્થી, ઈમિગ્રેશન નિયમોમાં કયો બદલાવ થયો, જેનાથી આવ્યું ડિપોર્ટેશનનું જોખમ?
કેનેડાના પૂર્વી કિનારા પર સ્થિત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં પૂર્વ અને વર્તમાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓમાં સૌથી મોટી સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ પ્રશાસન દ્વારા હાલમાં જ પ્રાંતિય નામાંકિત કાર્યક્રમ (PNP) બદલાવ વિરોધનું કારણ છે. પ્રિન્સએડવર્ડ આઇલેન્ડની સરકારે 2024માં PNPના માધ્યમથી સ્થાયી નિવાસ માટે નામાંકિત વ્યક્તિઓની સંખ્યામાં 25 ટકા ઘટાડાની જાહેરાત કરી છે. કેનેડામાં સ્થાયી નિવાસનો રસ્તો PNPથી જ ખૂલે છે. વિદ્યાર્થી 9 મેથી તેના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. હવે વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે.
પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે 2024માં PNPથી નામાંકનમાં 25 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. પ્રાંતિય સરકારે તેના માટે સ્વાસ્થ્ય સેવા પ્રણાલી અને ઘરો પર દબાવને કારણ બતાવ્યા છે. ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવેલા નિયમ, સ્વાસ્થ્ય સેવા અને નિર્માણ જેવા વિશિષ્ટ વ્યવસાયોમાં કામ કરનારા અપ્રવાસીઓને પ્રાથમિકતા આપે છે, જ્યારે ખુદરા, ખાદ્ય અને હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા લોકોના ઘટાડાનું પ્રાવધાન છે. આ નીતિએ એ પૂર્વ વિદ્યાર્થીઓને ચિંતિત કરી દીધા છે, જેમના વર્ક પરમિટ જલદી જ ખતમ થવાના છે. તેનાથી આ વિદ્યાર્થીઓ પર ડિપોર્ટેશનનું જોખમ મંડરાવા લાગ્યું છે.
વિદ્યાર્થીઓની મુખ્ય 3 માગ છે જે વિદ્યાર્થી નીતિ પરિવર્તન અગાઉ કેનેડામાં હતા અને તેમની પાસે કાયદેસર વર્ક પરમિટ છે, તો તેમને પાછલી વ્યવસ્થા હેઠળ રહેવાની મંજૂરી આપવી જોઈએ. પ્રદર્શનકારીઓની બીજી માગ પોઈન્ટ સિસ્ટમ વિના નિષ્પક્ષ PNP ડ્રોની છે. જેમાં વેચાણ, સેવાઓ અને ટ્રકિંગ જેવા ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા નથી. વર્તમાનમાં પોઈન્ટ સિસ્ટમમાં 65 પોઇન્ટ્સની આવશ્યકતા હોય છે. જેને 25 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટે હાંસલ કરવાનું લગભગ અસંભવ માનવામાં આવે છે. તેની સાથે વિદ્યાર્થીઓની માગ વર્ક પરમીટને વિસ્તાર આપવાની છે.
નીતિગત બદલાવોએ PEIમાં નિયમોક્તા વચ્ચે પણ ચિંતા વધારી દીધી છે. ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક બેઠક દરમિયાન નિયોક્તાઓએ સંભવિત અસરને લઈને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડના પ્રીમિયર ડેનિસ કિંગને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, અમે નિયમિત આધાર પર તેની દેખરેખ કરી રહ્યા છીએ. જો અમને જરૂરી લાગ્યું તો અમે થોડા બદલાવ કરીશું. પ્રદર્શનકારીઓએ પ્રાંતિય વિધાનસભાના સભ્યોને ક્ષેત્રીય નિયોક્તાઓને 40 કરતા વધુ પત્ર સોંપ્યા છે. જેમાં સરકાર પાસે PEIમાં પહેલાથી જ કામ કરી રહેલા વ્યક્તિઓને નવા નિયમોથી બહાર કરવા માટે કહેવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓને લિબરલ, ગ્રીન અને વિપક્ષી નેતાઓનું સમર્થન મળ્યું છે. જેમણે નિર્ણયને ક્રૂર અને ખોટો બતાવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp