'કબીર સિંહ' છાપ ડૉક્ટર પતિએ જાહેરમાં પોતાની પત્નીને જ કચડી મારવાનો કર્યો પ્રયાસ
'કબીર સિંહ' જેવી ફિલ્મ આવે ત્યારે લોકો આવી ફિલ્મોને હોશભેર વધાવી લેતા હોય છે અને વાહવાહી કરતા હોય છે. આ ફિલ્મ આવી ત્યારે યુવાઓમાં કબીર સિંહનો ક્રેઝ જોવા મળતો હતો અને તેમના જેવી સ્ટાઈલ પણ રાખતા હતા, પરંતુ જો કબીર સિંહ જેવી ગુસ્સેલ, વારંવાર મારામારી અને ઝઘડા કરતા લોકો આપણી સામે આવી જાય તો વાસ્તવમાં સુગ ચડતી હોય છે. એવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. અહીં એક ડૉક્ટર પતિએ કાર વડે પોતાની પત્નીને કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, લગભગ 6 મહિના અગાઉ વાઘોડિયા તાલુકાના વ્યારા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી અમીબેન પ્રકાશભાઈ શાહ (ઉંમર 20 વર્ષ) પોતાની ફરજ પડતી પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે તવરા ગામ નજીક તેના પતિએ કારથી તેની એક્ટિવાને પૂરપાટ ઝડપે ટક્કર મારી કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્ની એક્ટિવા સાથે 100 ફૂટ દૂર સુધી ધસેડાઈ ગઈ હતી. અમીબેનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા એક શિક્ષિકાએ સારવાર માટે હૉસ્પિટલ ખસેડવા 108ને ફોન કર્યો હતો. જો કે, મહિલાની હાલત જોતા અને સમયસર 108 એમ્બ્યુલન્સ ન પહોચતા ત્યાંથી પસાર થતી ઓળખીતા વ્યક્તિની કારમાં વાઘોડિયાની હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરાના અકોટામાં આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહી છે. જ્યાં તે જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. અકસ્માત બાદ રાહદારીઓ ભેગા થઇ જતા ઘટનાસ્થળથી 100 મીટર દૂર કારને ઝડપી પાડી હતી. ત્યારબાદ પતિએ પોતાનો પ્લાન નિષ્ફળ જતા પોતાની જાતને ઇજાઓ પહોચાડી હતી, જેથી તેને પણ હૉસ્પિટલમાં ખસેડાયો હતો. વાઘોડિયા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
યુવતીના પિતા પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, દીકરીનો પતિ MBBS, ડૉક્ટરની પડાવી ધરાવતો હતો છતાં બેરોજગાર ફરતો હતો. વારંવાર મારામારી અને ઝઘડાના કારણે દીકરી પતિથી અલગ રહેતી હતી. તેનો પતિ અમદાવાદ ગાંધીનગરમાં કોઈક રીસર્ચ સેન્ટરમાં થોડા સમય અગાઉ નોકરી કરતો હતો, પરંતુ ત્યાં રેસીડેન્સ એપર્તામેન્તમાં સિક્યુરિટી સાથે મારામારી કરી હતી, જેથી તેણે નોકરી ગુમાવવી પડી હતી. ધમકી આપતા દીકરીએ ૨ દિવસ અગાઉ જ વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આવો માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp