પત્નીને બાઇક ચલાવતા શીખવી રહ્યો હતો વ્યક્તિ, બુમ પાડીને બ્રેક લગાવવા કહ્યું તો.., જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર મહિલાઓની ડ્રાઇવિંગને લઈને ખૂબ મીમ્સ વાયરલ છે. ખાસ કરીને એ છોકરીઓ માટે જે સ્કૂટી ચલાવે છે. ઘણા લોકોએ તો તેમને ‘પાપા કી પરી’નો ટેગ આપી રાખ્યો છે, પરંતુ હાલના દિવસોમાં ઇન્સ્ટાગ્રામની ગલીઓમાં એક પતિ-પત્નીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં પતિ પોતાની પત્નીને બાઇક ચલાવવાનું શીખવી રહ્યો છે અને હા આ દરમિયાન તે વીડિયો પણ ફિલ્માવી રહ્યો હોય છે. મહિલા બાઇક ચલાવી તો લે છે, પરંતુ જેવી જ તે વાળવા લાગે છે ત્યારે સામેથી આવી રહેલી સ્કૂટીને જોઈને પણ તે બ્રેક લગાવી શકતી નથી અને એક્સિડન્ટ થઈ જાય છે. પતિ દૂર ઊભો બસ ચીસો પાડતો રહે છે કે બ્રેક લગાવ બ્રેક લગાવ.
વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે સૂટ સલવાર પહેરીને એક મહિલા બાઇક ચલાવવાનું શીખી રહી છે. તેણે હેલમેટ પણ પહેર્યો છે. જો કે, મહિલા પાછળ કોઈ બેઠું નથી. બસ વ્યક્તિ વીડિયો ફિલ્માવતો તેને ગાઈડ કરી રહ્યો છે. મહિલા બાઇક લઈને નીકળે છે. તે યુટર્ન લેવા લાગે છે ત્યારે જ વ્યક્તિ કહે છે કે આગળ જોઈ લે.. રોકાઈ જાય, રોકાઈ જાય.. આ દરમિયાન બીજી તરફથી એક સ્કૂટીવાળો સ્પીડમાં આવી રહ્યો હોય છે, પરંતુ મહિલા બાઇકની બ્રેક લગાવી શકતી નથી. તે ધીરે ધીરે વળવા લાગે છે. વ્યક્તિ ચીસો પાડતો મહિલાને વારંવાર બ્રેક લગાવવાનું કહે છે. એટલામાં સ્કૂટી ચાલક અને મહિલાની જોરદાર ટક્કર થઈ જાય છે.
View this post on Instagram A post shared by The Alpha Guy (@the_alpha_guy)
A post shared by The Alpha Guy (@the_alpha_guy)
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @the_alpha_guyથી 14 નવેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 16 લાખ વ્યૂઝ અને 20 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. રીલ પોસ્ટ કરતાં લખવામાં આવ્યું કે, ‘હું કેમ પતિની વાત માનું, હું તો પત્ની છું!! હસબેન્ડની વાત ન માની. આ વીડિયો જોયા બાદ સેકડો યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તે વિચારી રહી હતી કે બાઇકવાળા પાસે બ્રેક હશે, હું પોતાની કેમ દબાવું. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘બાઈકમાં બ્રેક ક્યાં હોય છે એ કહી દેતા. તો ત્રીજા એક યુઝરે લખ્યું કે, ‘બાઇકવાળની ભૂલ છે. આમ તમારે શું કહેવું છે આ વીડિયો જોઈને.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp