29 કલાકમાં CMનો નિર્ણય ન લેવાય તો મહારાષ્ટ્રમાં લાગી જશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો

29 કલાકમાં CMનો નિર્ણય ન લેવાય તો મહારાષ્ટ્રમાં લાગી જશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

11/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

29 કલાકમાં CMનો નિર્ણય ન લેવાય તો મહારાષ્ટ્રમાં લાગી જશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. 15મી વિધાનસભામાં જનતાએ ફરી મહાયુતિને ચૂંટી કાઢી છે. મહારાષ્ટ્રના એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું પણ આપી દીધું છે. પરંતુ 14મી વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે મધરાતે 12 વાગ્યે પૂરો થશે. હજુ સુધી મહાયુતિએ સરકાર બનાવવાનો દાવો પણ કર્યો નથી. જો નિર્ધારિત સમય મર્યાદામાં દાવો રજૂ કરવામાં નહીં આવે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી જશે. આ અગાઉ વર્ષ 2019માં પણ આવું બન્યું હતું. ચૂંટણી પરિણામો બાદ ભાજપ અને શિવસેના વચ્ચે CM પદને લઈને ઘર્ષણ જોવા મળ્યું હતું.


આવું અગાઉ પણ થઇ ચૂક્યું છે

આવું અગાઉ પણ થઇ ચૂક્યું છે

તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તે સમયે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી હતી. પરંતુ બાદમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી લીધી હતી. પછી 11 દિવસ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું હતું. પરંતુ આ સરકાર લાંબો સમય ટકી શકી નહીં. માત્ર 80 કલાકમાં સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહાયુતિની જીત બાદ માત્ર CM પદને લઈને જ નિર્ણય થઇ શક્યો નથી, પરંતુ ધારાસભ્યોએ પણ શપથ લીધા નથી. ચૂંટણી પંચ દ્વારા તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.

ચૂંટણી પંચે જાહેરનામા દ્વારા વિજેતા ઉમેદવારોના નામ રાજ્ય રાજપત્રમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 73ના નિયમો હેઠળ પૂર્ણ કરવાની હોય છે. 24 નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમ અને નાયબ ચૂંટણી કમિશનર હિર્દેશ કુમારે તમામ નવા ધારાસભ્યોની યાદી રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને સોંપી કરી હતી. તેની સાથે જ રાજપત્રની નકલ પણ તેમને સોંપવામાં આવી હતી. બંધારણમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને નિયમો છે.


રાજ્યપાલ પાસે આ વિકલ્પ છે

રાજ્યપાલ પાસે આ વિકલ્પ છે

જો કોઈ પક્ષ સરકાર બનાવવા માટે આગળ ન આવે કે સરકાર બનાવવા સુધી કોઈ નિર્ણય થતો નથી, તો રાજ્યપાલ, અધિનિયમ 356નો ઉપયોગ કરે છે. ત્યારબાદ રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરે છે. તેના માટે, વિધાનસભાનું વિઘટન કરવું પણ જરૂરી નથી. કલમ 172 મુજબ ચૂંટાયેલા ધારાસભ્યો એક નિશ્ચિત સમયગાળા માટે પદ પર રહે છે. જો કટોકટી હોય તો સંસદ આ સમયગાળો એક વર્ષ સુધી લંબાવી શકે છે. રાજ્યપાલ પાસે રાષ્ટ્રપતિ શાસન ન લગાવવાનો વિકલ્પ પણ છે. તેઓ સરકાર બનાવવા માટે મોટી પાર્ટીને બોલાવી શકે છે. જો મોટી પાર્ટી તૈયાર થશે તો રાષ્ટ્રપતિ શાસન લાદવામાં નહીં આવે. જો મોટો પક્ષ ઇનકાર કરે તો ઓછી બહુમતી ધરાવતો પક્ષને બોલાવવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top