ફરી ચાલ્યો ધામી સરકારનો બુલડોઝર, 100 વર્ષ જૂની મજારને કરી દીધી ધ્વસ્ત, જુઓ વીડિયો

ફરી ચાલ્યો ધામી સરકારનો બુલડોઝર, 100 વર્ષ જૂની મજારને કરી દીધી ધ્વસ્ત, જુઓ વીડિયો

04/22/2025 National

SidhiKhabar

SidhiKhabar

ફરી ચાલ્યો ધામી સરકારનો બુલડોઝર, 100 વર્ષ જૂની મજારને કરી દીધી ધ્વસ્ત, જુઓ વીડિયો

ઉત્તરાખંડની ધામી સરકારની બુલડોઝર કાર્યવાહી હજુ પણ ચાલુ છે. અહીં ઉધમ સિંહ નગર જિલ્લામાં ફરી એકવાર બુલડોઝરની ગુંજ સંભળાઇ હતી. મંગળવારે વહેલી સવારે, ભારે પોલીસ દળ સાથે એક મજાર પર બુલડોઝર ચલાવી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે આ મજાર લગભગ 100 વર્ષ જૂની હતી. આ મજાર માસૂમ શાહ મિયાંની મજાર હતી. આ ઘટના બાદ, કોઈપણ વિરોધ પ્રદર્શનને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધી કોઈપણ પ્રકારના વિરોધના સમાચાર આવ્યા નથી. કાર્યવાહી અંગે જણાવવામાં આવ્યું છે કે આ મજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગને પહોળો કરવામાં અવરોધ ઉભો કરી રહી હતી.


સવારે 4:00 વાગ્યે થઈ આ કાર્યવાહી

સવારે 4:00 વાગ્યે થઈ આ કાર્યવાહી

આજે સવારે 4:00 વાગ્યે ઉધમ સિંહ નગર જિલ્લામાં ઉત્તરાખંડની ધામી સરકારનું બુલડોઝર ગરજ્યું. અહીં, રુદ્રપુરમાં સ્થિત માસૂમ શાહ મિયાંની 100 વર્ષ જૂની મજાર તોડી પાડવામાં આવી હતી. રુદ્રપુરના ઈન્દિરા ચોક ખાતે આવેલી માસૂમ શાહ મિયાંની મજાર ખૂબ જ જૂની હતી. તે વક્ફ બોર્ડમાં પણ નોંધાયેલી છે. જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસને ભારે પોલીસ દળની મદદથી વહેલી સવારે આ મજાર તોડી પાડીસ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગને પહોળો કરવાના કાર્યક્ષેત્ર હેઠળ આવતી હતી.


ઘટનાસ્થળે ભારે ફોર્સ તૈનાત

ઘટનાસ્થળે ભારે ફોર્સ તૈનાત

7કોઈપણ વિરોધ પ્રદર્શનને પહોંચી વળવા માટે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી કોઈ વિરોધની માહિતી મળી નથી. રુદ્રપુરના ધારાસભ્ય શિવ અરોરા દ્વારા મજાર અંગે આપવામાં આવેલું એક નિવેદન પણ ચર્ચામાં છે.

આ કેસમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા અંગે વકફ સંપત્તિઓ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. તેમાં મજારો, કબ્રસ્તાનો અને અન્ય સંપતિઓનો સમાવેશ થાય છે. એવામાં વક્ફ બોર્ડમાં નોંધાયેલ આ મજારને તોડી પાડવી એ સુપ્રીમ કોર્ટની અવમાનના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top