‘સારું છે ને દોસ્ત..’ કહેવાનું મોંઘું પડ્યું, અમેરિકામાં ભારતીય મૉટેલ માલિકને માથામાં ગોળી માર

‘સારું છે ને દોસ્ત..’ કહેવાનું મોંઘું પડ્યું, અમેરિકામાં ભારતીય મૉટેલ માલિકને માથામાં ગોળી મારી દીધી

10/06/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘સારું છે ને દોસ્ત..’  કહેવાનું મોંઘું પડ્યું, અમેરિકામાં ભારતીય મૉટેલ માલિકને માથામાં ગોળી માર

શુક્રવારે બપોરે અમેરિકાના પિટ્સબર્ગમાં એક ભારતીય-અમેરિકન મૉટેલ માલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક શંકાસ્પદ વ્યક્તિએ તેને ખૂબ જ નજીકથી ગોળી મારી દીધી હતી. મૃતકની ઓળખ રાકેશ એહાગાબન તરીકે થઈ છે. 51 વર્ષીય રાકેશ પિટ્સબર્ગના રોબિન્સન ટાઉનશીપમાં એક મૉટેલ ચલાવતો હતો. કેટલાક લોકોને લડતા જોઈને તે તેની હોટલથી બહાર નીકળ્યો હતો. પિટ્સબર્ગ, અમેરિકાના પેન્સિલવેનિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલું એક શહેર છે.

સ્થાનિક મીડિયા અનુસાર, પોલીસે જણાવ્યું કે, સ્ટેનલી યુજીન વેસ્ટે, 37 વર્ષીય મૉટેલ મેનેજરના માથામાં ગોળી મારી હતી. સ્ટેનલી મૉટેલના પાર્કિંગમાં એક મહિલા સાથે દલીલ કરી રહ્યો હતો. લડાઈ જોતા રાકેશ બહાર નીકળ્યો અને તેણે માહોલ શાંત કરવા સ્ટેનલી પુછ્યું, ‘તું ઠીક છે, મિત્ર?’ ત્યારબાદ સ્ટેનલીએ રાકેશના માથામાં ગોળી મારી દીધી. પોલીસે જણાવ્યું હતું કે વાતચીત મૉટેલના સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મૉટેલ એ એક પ્રકારનું રહેઠાણ છે જે મુખ્યત્વે વાહનચાલકો માટે સુવિધા હોય છે. આ શબ્દ ‘મોટર અને હોટેલ શબ્દો પરથી આવ્યો છે. મૉટેલ સામાન્ય રીતે રસ્તાઓ અથવા હાઇવે પર સ્થિત હોય છે, જે પ્રવાસીઓ માટે અનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે. તેઓ રૂમ, પાર્કિંગ અને બેડ, બાથરૂમ અને ક્યારેક એક નાનું રેસ્ટોરાં જેવી મૂળભૂત સુવિધાઓ આપે છે.


રાકેશ ઝઘડો જોયા બાદ બહાર નીકળ્યો હતો

રાકેશ ઝઘડો જોયા બાદ બહાર નીકળ્યો હતો

પોલીસે જણાવ્યું હતું કે આરોપી સ્ટેનલી એક મહિલા અને એક બાળક સેટઆઠે લગભગ બે અઠવાડિયાથી પિટ્સબર્ગ મૉટેલમાં રહ્યો હતો. તેનું સરનામું પિટ્સબર્ગના ઉત્તરીય ભાગમાં પેજ સ્ટ્રીટ પર પણ નોંધાયેલું છે. આ ફાયરીંગણી ઘટના એ ઘટનાના થોડા સમય બાદ થઈ, જ્યારે સ્ટેનલીએ કથિત રીતે મૉટેલના પાર્કિંગમાં તેની મહિલા સાથીદારને ગોળી મારી દીધી. કેસની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા તેના કાળા સેડાનમાં બાળક સાથે બેઠી હતી ત્યારે હુમલાખોરે નજીક આવીને તેના ગળામાં ગોળી મારી દીધી.

ઇજાગ્રસ્ત મહિલા બપોરે 1:00 વાગ્યા (સ્થાનિક સમય)ની આસપાસ ડિક કર્નિક ટાયર એન્ડ ઓટો સર્વિસ સેન્ટર પહોંચવામાં સફળ રહી, જ્યાં પોલીસે તેને બચાવી લીધી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછળની સીટ પર બેઠેલા બાળકને ઈજા થઈ નથી.


શું તમે ઠીક છો, મિત્ર?

શું તમે ઠીક છો, મિત્ર?

ગોળીબાર દરમિયાન એહાગાબાન મૉટેલની બહાર પહોંચ્યો. ત્યાં તેણે સ્ટેનલીને બંદૂક સાથે ફરતો જોયો. કઈ સમજી ન શકેલા રાકેશે સ્ટેનલીને પૂછ્યું, ‘તું ઠીક છે, મિત્ર?’ સ્થાનિક મીડિયાના સંદર્ભે ફરિયાદમાં જણાવાયું છે કે, ‘ જેવો જ સ્ટેનલી રાકેશથી થોડે દૂર પહોંચ્યો, તેણે પોતાની બંદૂક ઉઠાવી  અને તેના માથામાં ગોળી મારી દીધી. રાકેશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

મોટલ માલિકની હત્યા કર્યા બાદ, સ્ટેનલી આકસ્મિક રીતે નજીકમાં પાર્ક કરેલી યુ-હોલ વાન પાસે ગયો અને ત્યાંથી ભાગી ગયો. મોટલમાં ગોળીબાર બાદ પોલીસે પિટ્સબર્ગના ઇસ્ટ હિલ્સ વિસ્તારમાં હુમલાખોરને શોધી કાઢ્યો. જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે તેણે પોલીસ અધિકારીઓ પર પણ ગોળીબાર કર્યો.

પિટ્સબર્ગના એક અધિકારીને પણ ગોળી વાગતા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે સ્ટેનલી યુજેન વેસ્ટને ગોળી મારી અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ધરપકડના દસ્તાવેજો અનુસાર, હુમલાખોરની હરકતો કૃત્યો ઇરાદાપૂર્વક અને ઉશ્કેરણી વિના કરવામાં આવ્યા હતા.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top