આજે સરદાર પટેલની પુણ્યતિથિ : જાણો આ દિવસ સાથે જોડાયેલી દેશ-દુનિયાની અન્ય મહત્વની ઘટનાઓ વિશે

આજે સરદાર પટેલની પુણ્યતિથિ : જાણો આ દિવસ સાથે જોડાયેલી દેશ-દુનિયાની અન્ય મહત્વની ઘટનાઓ વિશે

12/15/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

આજે સરદાર પટેલની પુણ્યતિથિ : જાણો આ દિવસ સાથે જોડાયેલી દેશ-દુનિયાની અન્ય મહત્વની ઘટનાઓ વિશે

ઇતિહાસમાં આજનો દિવસ એટલે કે, 15 ડિસેમ્બર દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર એવા લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ તરીકે નોંધાયેલ છે. 31 ઓક્ટોબર વર્ષ 1875ના રોજ ગુજરાતમાં આવેલ ખેડા જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા પટેલ તેમની રાજનૈતિક ક્ષમતાઓ માટે હંમેશા યાદગાર બની રહેશે. દેશના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે આઝાદી બાદ દેશના નકશાને વર્તમાન સ્વરૂપ આપવામાં અમૂલ્ય યોગદાન આપ્યું. દેશને એકજૂથ કરવાની દિશામાં પટેલની રાજકીય તથા રાજદ્વારી ક્ષમતાએ અગત્યની ભૂમિકા ભજવી હતી.

ભારત રત્નથી સન્માનિત થયેલ સરદાર પટેલે 15 ડિસેમ્બર વર્ષ 1950ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. દેશની એકતામાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગુજરાતમાં નર્મદા નદી નજીક તેમની વિશ્વની સૌથી ઉંચી વિશાળ પ્રતિમા સ્થાપિત કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીસમગ્ર દેશની એકતાનું પ્રતિક બન્યું છે.

દેશ-દુનિયાના ઈતિહાસમાં 15 ડિસેમ્બરમાં નોંધાયેલ અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

1749માં આજના દિવસે શિવાજી મહારાજના પૌત્ર સાહુજીનું નિધન થયું હતું.
1803માં ભોંસલે તથા ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયેલી દેવગાંવ સંધિ હેઠળ ઓરિસ્સા તેમજ કટક કંપનીના શાસન હેઠળ આવ્યા હતા.
1950 માં આજના જ દિવસે આયોજન પંચની સ્થાપના થઈ હતી.
1953 માં ભારતના એસ વિજયલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા સત્રના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા તેમજ આ પદ પર પહોંચનાર તેઓ સૌપ્રથમ મહિલા હતા.
1965 માં બાંગ્લાદેશમાં ગંગા નદીને કાંઠે આવેલા ચક્રવાતમાં અંદાજે 15,000 લોકો મોતને ભેટ્યા હતા.
1976 માં ભારતના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી બાઈચુંગ ભુટિયાનો સિક્કિમમાં જન્મ થયો હતો.

1982 માં સ્પેનના જિબ્રાલ્ટરની સરહદને ખોલી દેવામાં આવી હતી તથા સ્પેનની નવી સમાજવાદી સરકારે માનવતાના ધોરણે મધ્યરાત્રિએ આ દરવાજા ખોલીને સ્પેન તથા જિબ્રાલ્ટરના લોકો વચ્ચેની દિવાલ તોડી નાખી હતી.

1991 માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેને સિનેમાની દુનિયામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે 'સ્પેશિયલ ઓસ્કાર' સન્માન આપવામાં આવ્યું હતું.

1997 માં આજના દિવસે જેનેટ રોઝનબર્ગ જેગન ગુયાનાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ દેશના સૌપ્રથમ ચૂંટાયેલા મહિલા રાષ્ટ્રપતિ હોવાની ઉપરાંત ગુયાનાના સૌપ્રથમ શ્વેત રાષ્ટ્રપતિ હતા.

1997 માં અરુંધતિ રોયે ‘બુકર પુરસ્કાર’ જીત્યો હતો. તેમને તેમની નવલકથા 'ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ' માટે આ પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર માટે પસંદ કરાયા હતા.

2001 માં પીસાનો ઢળતો મિનારો 10 વર્ષ બાદ ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ બિલ્ડીંગનાં માળખાને સરખું તેમજ મજબૂત કરવા તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top