પૂરઅસરગ્રસ્ત રેંકડી, નાના દુકાનદાર અને વેપારી માટે કેબિનેટ બેઠક મોટો નિર્ણય, ગુજરાત સરકાર આપશે

પૂરઅસરગ્રસ્ત રેંકડી, નાના દુકાનદાર અને વેપારી માટે કેબિનેટ બેઠક મોટો નિર્ણય, ગુજરાત સરકાર આપશે આ સહાય

09/26/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પૂરઅસરગ્રસ્ત રેંકડી, નાના દુકાનદાર અને વેપારી માટે કેબિનેટ બેઠક મોટો નિર્ણય, ગુજરાત સરકાર આપશે

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કબિનેટની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે, જે બેઠકમાં કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જે મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને સહાયની જાહેરાત બાદ હવે વેપારીઓને પણ સહાય અપાશે.


પૂર વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે'

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, પૂર વિસ્તારોમાં વેપારીઓને સહાય અપાશે. લોનમાં સબસીડીમાં રાજ્ય સરકાર સહાય કરશે તેમજ રેંકડી, નાના દૂકાનો સહીતના વ્યાપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે. જે મુદ્દે બે દિવસમાં સત્તાવાર સરકાર જાહેરાત કરશે. જેમાં વરસાદથી થયેલા નુકશાન બાબતે વધુ છ જિલ્લામાં સહાય આપવામાં આવશે


ઋષિકેશ પટેલનું નિવેદન

ઋષિકેશ પટેલનું નિવેદન

 ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, PM મોદીને સત્કારવા અને અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ એરપોર્ટ ખાતે પહોંચવાની છે, PM મોદીના અભિવાદન માટે મહિલાઓ ત્યાં એકઠી થવાની છે અને જ્યાં મહિલાઓને PM સંબોધવાના પણ છે. સાથે સાથે પ્રધાનમંત્રી મોદી 27 સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશ


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top