લો બોલો ! કાર્ટૂન પાછળ એટલો દીવાનો કે ઢીંગલી સાથે કરી લીધા લગ્ન, કર્યો લાખો રૂપિયાનો ખર્ચ, આ ભા

લો બોલો ! કાર્ટૂન પાછળ એટલો દીવાનો કે ઢીંગલી સાથે કરી લીધા લગ્ન, કર્યો લાખો રૂપિયાનો ખર્ચ, આ ભાઈની વાત જાણીને ચોંકી ઉઠશો

09/22/2023 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

લો બોલો ! કાર્ટૂન પાછળ એટલો દીવાનો કે ઢીંગલી સાથે કરી લીધા લગ્ન, કર્યો લાખો રૂપિયાનો ખર્ચ, આ ભા

જાપાનમાં લોકો લગ્ન નથી કરી રહ્યા અને વસ્તી ખૂબ જ જલ્દી ઓછી થતી જઈ રહી છે. યુવાઓની સંખ્યા ઘટી રહી છે અને વૃદ્ધોની સંખ્યા વધતી જઈ રહી છે. જે અર્થવ્યવસ્થા માટે યોગ્ય નથી. એવામાં પણ લોકો એવી એવી વસ્તુઓ સાથે લગ્ન કરી રહ્યા છે કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. હાલમાં જ એક જાપાની વ્યક્તિને એખ કાર્ટૂન કેરેક્ટર સાથે એવી રીતે પ્રેમ થઈ ગયો કે તેણે પહેલા વ્યક્તિના સાઈઝની ઢીંગલી ખરીદી અને પછી તેની સાથે લગ્ન કરી લીધા.


કાર્ટૂન કેરેક્ટરના પ્રેમમાં પડ્યો શખ્સ

અકિહિકો કોંડો નામનો આ શખ્સ લાંબા સમયથી એક કેરેક્ટરને પ્રેમ કરી કરતો હતો. હવે તેણે આ કેરેક્ટર સાથે લગ્ન કરી લીધા છે અને આ બન્ને હવે એક નવા પ્રકારના રિલેશનશિપને પ્રમોટ કરી રહ્યા છે.આ રિલેશનશિપનું નામ છે- ફિક્ટોસેક્ચુઅલ, એટલે કે તે સંબંધ જેમાં કોઈ વ્યક્તિને કોઈ કાલ્પનિક કેરેક્ટર સાથે પ્રેમ થઈ જાય છે અને તે તેની સાથે રહેવાના સપના જોવા લાગે છે.


કેમ કર્યા કાર્ટૂન કેરેક્ટર સાથે લગ્ન?

કેમ કર્યા કાર્ટૂન કેરેક્ટર સાથે લગ્ન?

જાપાની શખ્સે જણાવ્યું કે લોકો તેને પાગલ, અજીબ અને માનસિક રીતે બીમાર વ્યક્તિ કહી રહ્યા હતા. આ કારણે તેણે ફિક્ટોસેક્ચુઅલ એસોસિએશનની શરૂઆત કરી. જેથી આ નવા પ્રકારના રિલેશનશિપ વિશે લોકોને બતાવી શકાય. પરંતુ તે ઈચ્છતા હતા કે આ નવા પ્રકારના પ્રેમ વિશે દુનિયાને ખબર પડે. માટે તેણે લગ્ન કરી લીધા.


13 લાખ રૂપિયા ખર્ચ કરી કર્યા લગ્ન

13 લાખ રૂપિયા ખર્ચ કરી કર્યા લગ્ન

અકિહિકોની ઉંમર 40 વર્ષ છે અને તે જાપાનની સરકારમાં કામ કરે છે. તેમણે 2018માં કાર્ટૂન કેરેક્ટરની ડોલ સાથે લગ્ન કર્યો. અકિહિકોએ આ લગ્ન પર 13 લાખ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો. લગ્નમાં કુલ મળીને 40 મેહમાનોએ હાજરી આપી હતી.

પરંતુ તેમના માતા-પિતાએ લગ્નમાં આવવાનો ઈનકાર કરી દીધો હતો. કારણ કે તે આ પ્રકારના લગ્નનો ભાગ ન હતા બનવા માંગતા. કોંડોને હવે ફિક્ટોસેક્ચુઅલ રિલેશનશિપનો જનક માનવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top