લોકડાઉન દરમિયાન કંગનાએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા!
અસામાન્ય સંજોગો દરમિયાન ઘણી વાર તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠે એમ બને. બોલીવુડની જાણીતી સુપર સ્ટાર કંગના રાણાવતના કિસ્સામાં પણ આવું જ કંઈક બન્યું છે. હાલ લોકડાઉનમાં લોકો ટાઇમપાસ કરવા માટે પોતાના શોખ પૂરા કરી રહ્યા છે. 'સેલ્ફી ઇન સારી'થી માંડીને ડાલગોના કોફી સુધીની પીક્સ લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં પોસ્ટ થતી રહી છે. પરંતુ લોકડાઉન ૩ આવતા સુધીમાં તો લોકોનો ઉત્સાહ ઓસરવા માંડેલો, અને સહુ ઘરમાં બોર થવાની શરૂઆત થઇ ગયેલી. જો કે એવા સમયે પણ ક્રિએટીવ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ પોતાની રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ જ રાખેલી. એવા ક્રિએટીવ લોકોમાં ગ્લેમર વર્લ્ડની મોટી મોટી હસ્તીઓ પણ બાકાત રહી નથી. બોલીવુડના કેટલાક સુપર સ્ટાર્સ પણ લોકડાઉનમાં સતત કંઈક ક્રિએટિવ કરવાની કોશિશ કરી રહ્યા છે. જેના ન્યૂઝ કે ફોટો તમે સોશિયલ મીડિયામાં નિહાળતા જ હશો. કંગના રાણાવત હંમેશથી જરા જુદો ચીલો ચાતરવામાં માને છે. લોકડાઉન દરમિયાન પણ એણે આવું જ કર્યું છે. બીજા કોઈ સ્ટારે જે ન કર્યું હોય એવું કરીને કંગનાએ સૌને અચંબામાં નાખી દીધા હતા. કારણકે કંગનાના વ્યક્તિત્વના આ નવા જ પાસા વિષે મોટા ભાગના લોકો આજદિન સુધી અજાણ હતા. પણ હવે લોકોને આ કંગનાનું આ સ્વરૂપ પણ ગમી જશે એમ લાગે છે.
લોકડાઉન દરમિયાન કંગના મનાલી ખાતેના પોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. આ દરમિયાન કંગનાએ બીજા કશામાં સમય બગાડવાને બદલે એક કવિતા લખી છે. આશ્ચર્યની વાત એ છે કે કંગનાની આ કવિતા લોકો દ્વારા ખાસ્સી પસંદ પણ કરવામાં આવી છે. બોલીવુડમાં કંગનાની ઈમેજ બોલ્ડ વિચારો ધરાવનારી અને મુક્તપણે ઉડવા માંગતી ક્રિએટીવ વ્યક્તિ તરીકેની છે. કંગનાની કવિતાનું શીર્ષક 'આસમાન' પણ તેની આવી ફ્રી-ફ્લો ઈમેજને અનુરૂપ જ છે. લોકોને પસંદ પડી ગઈ હોવાથી 'આસમાન' સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખાસ કરીને કંગના જે રીતે તેની પોતાની જ કવિતા વાંચી રહી છે, એ જોઈને દર્શકોની ઉત્સુકતા ચોક્કસ વધે એમાં કોઈ બે મત નથી. છેલ્લા બે દિવસોમાં લગભગ પાંત્રીસ હજારથી ય વધુ લોકો કંગનાએ ટ્વિટ કરેલ વિડીયો જોઈ ચૂક્યા છે અને સેંકડો લોકોએ એને રીટ્વિટ કર્યો છે.
કંગનાને લોકો એક્ટ્રેસ તરીકે જાણે છે. મણિકર્ણિકા જેવી પીરીયોડીક ફિલ્મ દ્વારા એણે દિગ્દર્શક તરીકેની પ્રતિભા પણ સાબિત કરી છે. પણ કવિયિત્રી તરીકેની ઓળખ હજી લોકો માટે નવી છે. કિન્તુ કંગના કહે છે કે તે એક્ટ્રેસ બની એ પહેલાથી જ કવિતાઓ લખવાનો શોખ ધરાવે છે. માત્ર 15 વર્ષની હતી ત્યારે જ એણે પોતાની પ્રથમ કવિતા લખેલી. કંગના માને છે કે તે હંમેશથી પ્રકૃતિની નજીક રહી છે, આથી એને પ્રકૃતિ સાથે સંલગ્ન હોય એવા વિષય પર લખવું ગમે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp