Gujarat : લઘુત્તમ ટેકાના ભાવ ઇચ્છતા ખેડૂતો અને હાઉસીંગ સોસાયટીવાળાઓએ ઓક્ટોબર મહિના દરમિયાન આ બા

Gujarat : લઘુત્તમ ટેકાના ભાવ ઇચ્છતા ખેડૂતો અને હાઉસીંગ સોસાયટીવાળાઓએ ઓક્ટોબર મહિના દરમિયાન આ બાબત ધ્યાને રાખવી

10/01/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : લઘુત્તમ ટેકાના ભાવ ઇચ્છતા ખેડૂતો અને હાઉસીંગ સોસાયટીવાળાઓએ ઓક્ટોબર મહિના દરમિયાન આ બા

ગુજરાત ડેસ્ક : રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૨-૨૩ અતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા. ૧૭/૧૦/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન ડાંગર માટે ૯૮, મકાઈ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના ખરીદકેન્દ્રો ખાતે કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ.૨૦૬૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ.૧૯૬૨/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરાઈ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક કે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧ ઓક્ટો.થી તા.૩૧ ઓક્ટો. સુધી ચાલુ રહેશે. નોંધણી માટે આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો, ૭-૧૨, ૮-અ ની નકલ, નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના બેન્ક એકાઉન્ટની ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે. 


ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય

ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય

ખેડૂતોને તેમનો જથ્થો સાફ-સૂફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાય એમ તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાના રહેશે જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજિસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી. રજિસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નં. 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવા ગુ.રા.ના.પુ.નિ.લિ.ના નાયબ જિલ્લા મેનેજર-સુરતની યાદીમાં જણાવાયુ છે.


ઓડિટ માટે બાકી રહેલી સોસાયટીઓએ ઓડિટ કરાવી લેવા જિલ્લા રજિસ્ટ્રારનો અનુરોધ

ઓડિટ માટે બાકી રહેલી સોસાયટીઓએ ઓડિટ કરાવી લેવા જિલ્લા રજિસ્ટ્રારનો અનુરોધ

હાઉસીંગ સોસાયટીઓ તથા હાઉસીંગ સર્વિસ સોસાયટીઓના ઓડિટ અંગે સુરત શહેર-જિલ્લાની તમામ કો.ઓપ. હાઉસીંગ સોસાયટીઓ તથા હાઉસીંગ સર્વિસ સોસા.ઓના હોદ્દેદારોને ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ હેઠળ ઓડિટ કરાવવું ફરજિયાત છે. જેથી, જે સોસાયટીઓનું તા.૩૧/૩/૨૦૨૨ સુધીના સમયનું વૈધાનિક ઓડિટ બાકી હોય તેમણે જિલ્લા રજિસ્ટ્રાર,સહકારી મંડળીઓ(હાઉસીંગ)-સુરત દ્વારા તા.૦૩ ઓક્ટો.થી તા.૨૧ ઓક્ટો. દરમિયાન કચેરી ઓડિટ કેમ્પ યોજાશે.


પુર્ણ કરાવી લેવા જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું

પુર્ણ કરાવી લેવા જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું

બાકી રહેલી સોસાયટીઓના હોદ્દેદારોએ સોસાયટીનું છેવટ સુધીનું રેકર્ડ/દફતર તૈયાર કરી (૧) જિલ્લા રજિસ્ટ્રાર(સ.મં.) સુરતની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઈન્સ (૨) સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. ગુલામબાબા મિલ કમ્પાઉન્ડ, મુરલીધર કોમ્પલેક્ષ, રેલ્વે સ્ટેશન (૩)પુરૂષોત્તમ ફાર્મસ કો.ઓપ. જિનીંગ & પ્રેસીંગ સોસાયટી લિ. પુરૂષોત્તમ ફાર્મજીન, જહાંગીરપુરા રાંદેર રોડખાતે સંપર્ક કરી ઓડિટ પુર્ણ કરાવી લેવા જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top