સામૂહિક વિવાહમાં વરરાજાની ગેરહાજરીમાં દુલ્હને તેમના જીજા સાથે...,'પોલ ખુલતા કર્યું એવું કે...?જાણો વિચિત્ર કિસ્સો!
Jhansi Samuhik Vivah : ઉત્તરપ્રદેશના ઝાંસીમાં 27 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી સામૂહિક વિવાહ સમ્મેલન હતું. આ સંમેલનમાં અનેક કપલના લગ્ન કરાવવામાં આયા હતા. આ વિવાહ સમારોહમાં એક કપલ શંકાસ્પદ જોવા મળ્યું હતું, આ મામલે તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઝાંસીમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનામાં હેરાન કરી દેતો કિસ્સો સામે આવ્યો છે
ઝાંસીની પોલિટેકનિક કોલેજના મેદાનમાં અનેક કપલના લગ્ન કરાવવામાં આવ્યા હતા. દુલ્હાની ગેરહાજરીમાં દુલ્હને જીજાજી સાથે લગ્ન કરી લીધા હતા. દુલ્હનની પોલ ખુલી જતા તેણે ઉતાવળમાં તેના સેંથાનું સિંદૂર લૂછી નાખ્યું હતું. દુલ્હા દુલ્હન સાથે અલગથી વાત કરવામાં આવી તો તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો.
ઝાંસીના બામોરમાં રહેતી ખુશીના લગ્ન મધ્યપ્રદેશ છતરપુરના બૃષભાન સાથે નક્કી થયા હતા. સામૂહિક વિવાહ સમારોહમાં તેનો રજિસ્ટ્રેશન નંબર 36 હતો. ખુશીએ ફેરા ફર્યા પછી સેંથામાંથી સિંદૂર કાઢી નાખ્યું હતું. દુલ્હા સાથે વાત કરવામાં આવતા તેણે કબૂલ્યું હતું કે, તેનું નામ બૃષભાન નહીં પણ દિનેશ છે અને તે બામોરમાં રહે છે.
દિનેશે જણાવ્યું કે, બૃષભાન સાથે લગ્ન થવાના હતા પણ બૃષભાન આવ્યો ન હતો એટલા માટે કેટલાક લોકોએ કહેતા બૃષભાનની જગ્યાએ તે જ દુલ્હો બની ગયો હતો. જેમાં વિભાગીય અધિકારી અને કર્મચારી પણ શામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ મામલે દુલ્હન તેનું નામ ખુશી અને છવિ એમ અલગ અલગ નામ કહે છે. દુલ્હન જણાવે છે કે, વરરાજા લગ્નમાં ના આવી શક્યો નહોતો. વરસાદ આવી રહ્યો હતો અને તે ખૂબ જ દૂર હતો. આ કારણોસર તેણે જીજાજી સાથે લગ્ન કરી લીધા. મને ખબર છે કે, આ બધુ ખોટું છે પણ અમારી પણ પ્રોબ્લેમ હતી. ફોર્મ ભરાઈ ગયું હતું, બધુ ઓનલાઈન થઈ ગયું હતું. હું મંડપમાં બેઠી હતી એટલા માટે લગ્ન કરવા પડ્યા. અધિકારી લલિતા યાદવે જણાવ્યું કરે, આ પ્રકારે ના થઈ શકે. જો આ પ્રકારે થયું હશે તો યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp