21 વર્ષની વયે જ જીવન ટૂંકાવ્યુ' BBAની વિદ્યાર્થીની હંમેશા 90 ટકા માર્ક્સ લાવનારી છોકરીને શું દુ

21 વર્ષની વયે જ જીવન ટૂંકાવ્યુ' BBAની વિદ્યાર્થીની હંમેશા 90 ટકા માર્ક્સ લાવનારી છોકરીને શું દુઃખક પડ્યું જે 16માં માળેથી કુદીને આપઘાત કર્યો?

04/13/2024 National

SidhiKhabar

SidhiKhabar

21 વર્ષની વયે જ જીવન ટૂંકાવ્યુ' BBAની વિદ્યાર્થીની હંમેશા 90 ટકા માર્ક્સ લાવનારી છોકરીને શું દુ

ભણવામાં નંબર વન અને હંમેશા 90 ટકા માર્ક્સ લાવનારી છોકરીને એવું તે શું દુખ પડ્યું કે તેણે ભરજવાનીમાં જીવન ટૂંકાવી લીધું હતું. MPના ઈન્દોરમાં પિનાકલ ડ્રીમ સોસાયટીના 16માં માળેથી કૂદીનાર  BBAની વિદ્યાર્થીની મુસ્કાનના મોતને રહસ્ય ઘેરાયું છે.


કોલેજના ત્રીજા વર્ષની વિદ્યાર્થિની હતી

કોલેજના ત્રીજા વર્ષની વિદ્યાર્થિની હતી

ગુરુવારે બપોરે મુસ્કાને 16માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે મૃતક યુવતી બડવાની જિલ્લાની રહેવાસી હતી. મુસ્કાનના પરિવારને જાણ કર્યા બાદ મોડી સાંજે પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ હવે યુવતીના મોબાઇલની માહિતી એકઠી કરી રહી છે. મુસ્કાન અગ્રવાલ ઈન્દોરની પ્રેસ્ટિજ કોલેજમાંથી BBAનો અભ્યાસ કરતી હતી. તે ત્રીજા વર્ષની વિદ્યાર્થિની હતી.


ગાર્ડ રોકતાં પાછળના દરવાજેથી ઘુસી

ગાર્ડ રોકતાં પાછળના દરવાજેથી ઘુસી

મુસ્કાન જ્યારે સોસાયટીની અંદર જઈ રહી હતી ત્યારે ગાર્ડે તેને રોકી હતી. જે બાદ તેણે સોસાયટીની પાછળ એક નિર્જન રસ્તો જોયો અને ત્યાંથી પ્રવેશ કર્યો. આ પછી તેણે 16માં માળે છલાંગ લગાવી હતી. તે ઈન્દોરની પ્રેસ્ટિજ કોલેજમાંથી બીબીએનો અભ્યાસ કરતી હતી અને એક છોકરી સાથે રહેતી હતી. મુસ્કાને રેપિડો દ્વારા વાહન બુક કરાવ્યું હતું અને તેમાં બેસીને પિનાકલ ડ્રીમ સોસાયટીમાં પહોંચી હતી.


આપઘાત કેમ કર્યો? રહસ્ય ઘેરાયું

આપઘાત કેમ કર્યો? રહસ્ય ઘેરાયું

મુસ્કાનના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે અને તે સહેલી સાથે પીજીમાં રહીને ઈન્દોર ભણતી હતી. તે ભણવામાં ખૂબ હોંશિયાર હતી. તે હંમેશા 90 ટકા માર્ક્સ લાવનારી છોકરી હતી તો પછી તેણે આપઘાત કેમ કર્યો તેનું રહસ્ય ઘેરાયું છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસમાં સાચું કારણ જાણવા મળી શકે છે. તેણે કોઈ સુસાઈડ નોટ પણ છોડી નથી તેથી રહસ્ય ઘેરાયું છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top