દિવાળી અગાઉ દિલ્હીમાં દારૂનું ભરપૂર વેચાણ, 13 દિવસોમાં વેચાઈ આટલી બોટલ

દિવાળી અગાઉ દિલ્હીમાં દારૂનું ભરપૂર વેચાણ, 13 દિવસોમાં વેચાઈ આટલી બોટલ

11/11/2023 National

SidhiKhabar

SidhiKhabar

દિવાળી અગાઉ દિલ્હીમાં દારૂનું ભરપૂર વેચાણ, 13 દિવસોમાં વેચાઈ આટલી બોટલ

દિવાળી પર દિલ્હીવાળા ખૂબ જામ છલકાવવાના છે. અધિકારીઓની માનીએ તો દિલ્હીથી પહેલા વેચવામાં આવેલી દારૂની બોટલોની સંખ્યામાં ગયા વર્ષની તુલનામાં મોટો વધારો જોવા મળ્યો છે. વિભાગ પાસેથી મળેલા આંકડા મુજબ, ગયા વર્ષે દિવાળી અગાઉ 3 દિવસો દરમિયાન ક્રમશઃ 13.46 લાખ, 15 લાખ અને 19.39 લાખ બોટલો વેચાઈ હતી. દિવાળી અગાઉ બે દિવસોમાં વેચવામાં આવેલી બોટલોની સંખ્યા એવરેજ 12.56 લાખ હતી. ત્યારબાદની સંખ્યા 37 ટકા વધુ છે.


આ વર્ષે કેટલી વેચાઈ દારૂની બોટલો?

આ વર્ષે કેટલી વેચાઈ દારૂની બોટલો?

મીડિયા રિપોર્ટ મુજબ, આબકારી વિભાગના અધિકારીઓએ શુક્રવારે આ સંબંધમાં જણાવ્યું કે, દિલ્હીમાં દિવાળી અગાઉ દારૂના વેચાણમાં ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં તહેવાર અગાઉ પખવાડિયાની અંદર વેંચવામાં આવેલી દારૂની બોટલોની સંખ્યા 37 ટકા કરતા વધુની વૃદ્ધિ કરવામાં આવી છે. આબકારી વિભાગના આંકડાઓ મુજબ ગયા વર્ષે દિવાળીથી બે અઠવાડિયા અગાઉ 2.26 કરોડ દારૂની બોટલો વેચાઈ હતી. આ વર્ષે છેલ્લા પખવાડિયામાં એટલે કે છેલ્લા 15 દિવસોમાં 2.58 કરોડ બોટલો વેચાઈ. સોમવારે 14.25 લાખ બોટલો વેચી. મંગળવારે આ આંકડો વધીને 17.27 લાખ બોટલ અને બુધવારે 17.33 લાખ બોટલો થઈ ગયો.


ગયા વર્ષે આટલી બોટલોનું થયેલું વેચાણ

ગયા વર્ષે આટલી બોટલોનું થયેલું વેચાણ

ગયા વર્ષે દિવાળી અગાઉ 3 દિવસો દરમિયાન ક્રમશઃ 13.46 લાખ, 15 લાખ અને 19.39 લાખ બોટલો વેચાઈ હતી. ગયા વર્ષે દિવાળીથી અગાઉ બે અઠવાડિયાની અવધિમાં વેચવામાં આવેલી બોટલોની સંખ્યા 12.56 લાખ હતી. આબકારી વિભાગના એક અધિકારીએ કહ્યું કે, આ વર્ષે અત્યાર સુધી આ આંકડો 17.21 લાખ એટલે કે માનીએ તેમાં 37 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. તેમણે કહ્યું કે, ગુરુવારે, શુક્રવાર અને શનિવારના વેચાણના આંકડા અત્યારે આવવા બાકી છે. સંખ્યામાં હજુ વધારો થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top