"લાઉડસ્પીકર પર અજાન કરવી એ ધ્વનિ પ્રદૂષણ નથી.." ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી અને મંદિરમાં સવારની

"લાઉડસ્પીકર પર અજાન કરવી એ ધ્વનિ પ્રદૂષણ નથી.." ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી અને મંદિરમાં સવારની આરતી પર ઉઠાવ્યા સવાલ

11/29/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત હાઇકોર્ટે મંગળવારે મસ્જિદોમાંથી અજાન અથવા ઇસ્લામિક પ્રાર્થનાના પ્રસારણ માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી મેની બેન્ચે આ અરજીને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી.

બજરંગ દળના નેતા શક્તિસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, લાઉડસ્પીકર દ્વારા અજાન આપવાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. આનાથી સામાન્ય લોકો ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થાય છે અને અન્ય અસુવિધાઓ થાય છે.

આ તરફ ગુજરાત હાઈકોર્ટે શોધી કાઢ્યું કે, અરજદારના દાવાઓમાં પ્રયોગમૂલક પુરાવા અને વૈજ્ઞાનિક આધારનો અભાવ છે. બેન્ચે તેના ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અજાન જે સામાન્ય રીતે મહત્તમ 10 મિનિટ સુધી ચાલે છે. ડેસિબલ લેવલ સુધી પહોંચવાની કોઈ શક્યતા નથી કે જે  ધ્વનિ પ્રદુષણનો ખતરો બની શકે છે. જેથી અરજદારની એ સ્થાપિત કરવાની ક્ષમતા અંગે શંકા ઊભી કરી હતી કે, અજાન દરમિયાન લાઉડસ્પીકર દ્વારા એમ્પ્લીફાય કરવામાં આવેલ માનવ અવાજ, જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું કરવા માટે પૂરતા ડેસિબલ્સ જનરેટ કરી શકે છે.


મંદિરમાં સવારની આરતી પર ઉઠાવ્યા સવાલ

મંદિરમાં સવારની આરતી પર ઉઠાવ્યા સવાલ

અદાલતે અરજદારના વકીલને મંદિરની ધાર્મિક વિધિઓ દરમિયાન ઘંટના અવાજ અંગે પણ પ્રશ્ન કર્યો હતો. ખંડપીઠે પૂછ્યું મંદિરમાં સવારની આરતી પણ ડ્રમ અને સંગીત સાથે 3 વાગ્યે શરૂ થાય છે.તે સમયે ઘણા લોકો સૂતા હોય છે. શું તે અવાજ નથી કરતું? શું તમે દાવો કરી શકો છો કે ઘંટનો અવાજ ફક્ત મંદિર પરિસર સુધી જ મર્યાદિત છે?

આ સાથે કહ્યું કે, જો કીર્તન-ભજન, આઠ કલાક લાંબુ અષ્ટ્યમ કે લાઉડસ્પીકર દ્વારા 24 કલાક લાંબુ પ્રસારણને ધ્વનિ પ્રદૂષણનું કારણ ગણવામાં આવે તો તમે શું કહેશો? ધ્વનિ પ્રદૂષણને માપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓના અસ્તિત્વ પર પ્રકાશ પાડતા એ નોંધ્યું હતું કે, PILના દાવાને સાબિત કરવા માટે નક્કર ડેટા અથવા અભ્યાસના તારણો રજૂ કરવાની જરૂર છે જેથી એવો પુરાવો મળે કે 10 મિનિટની અઝાન ધ્વનિ પ્રદૂષણનું કારણ બની શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top