દલિત યુવતીને ફોસલાવીને વિધર્મી યુવાને ચાર મહિના સુધી દુષ્કર્મ આચર્યું, વિદેશ જવાની લાલચમાં યુવત

દલિત યુવતીને ફોસલાવીને વિધર્મી યુવાને ચાર મહિના સુધી દુષ્કર્મ આચર્યું, વિદેશ જવાની લાલચમાં યુવતી દેહવ્યાપારમાં ધકેલાતા બચી!

03/26/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દલિત યુવતીને ફોસલાવીને વિધર્મી યુવાને ચાર મહિના સુધી દુષ્કર્મ આચર્યું, વિદેશ જવાની લાલચમાં યુવત

નડિયાદ : ખેડા જિલ્લાનાં નડિયાદમાંથી લવજેહાદનો એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દલિત યુવતીને એક મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવીને વિદેશ લઈ જવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગત એવી છે કે, નડિયાદ શહેરમાં રહેતી એક યુવતીની ત્રણેક મહિના પહેલાં એક મુસ્લિમ યુવક યાસરખાન પઠાણ સાથે મુલાકાત થઈ હતી. યાસરે યુવતીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. યુવક યુવતીને ભેદ-સોગાદો આપતો હોઈ યુવતી પ્રેમમાં પાગલ બની ગઈ હતી અને બંને સમયે-સમયે છાનાં-છુપા મળીને પ્રેમાલાપ પણ કરતાં હતાં.


માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ આવવા માટે કહ્યું હતું

માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ આવવા માટે કહ્યું હતું

દરમ્યાન, યુવતીને વિદેશ જવાની ઘેલછા અંગે જાણતા યાસરે તેને વિદેશ લઈ જવાની લાલચ આપીને મન જીતી લીધું હતું અને ત્યારબાદ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ દોઢ વર્ષ પછી જ્યારે યુવતીએ વિદેશ જવાની જીદ પકડી ત્યારે યાસરે તેને માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ આવ તેમ કહીને બંને જણા દુબઈ જઈશું તેમ કહ્યું હતું.

જે બાદ યુવતી પોતાના પરિવાર પાસેથી પાંચ લાખ લઈ આવતા યાસરે તેને એકલીને જ દુબઈ મોકલી દીધી હતી અને પોતે બે દિવસમાં જશે તેમ કહીને ખોટો વાયદો કર્યો હતો.


હિંદુ યુવકે પોલેન્ડ જવા માટેની બોગસ ટિકિટ બનાવી આપી હતી

જયકદમ નામના એક હિંદુ યુવકે યુવતીની પોલેન્ડ જવા માટેની બોગસ ટિકિટ બનાવી આપી હતી અને તેણે મોબાઈલમાં આ ટિકિટ યુવતીના પિતાને બતાવી હતી, જેથી તેમને વિશ્વાસ બેઠો હતો. જેથી યુવતીના માતા-પિતા એમ માનતા કે તેમની પુત્રી વિદેશ ગઈ છે.

યુવતીના પિતાએ પુત્રીની વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી ઉપરાંત યુવતીએ પોતાની સોનાની ચેઈન પણ વેચી દઈને પૈસા મેળવ્યા હતા.


દુબઈમાં દેહવ્યાપાર ચાલતો હોય તેવી હોટેલમાં ધકેલી દીધી હતી

દુબઈમાં દેહવ્યાપાર ચાલતો હોય તેવી હોટેલમાં ધકેલી દીધી હતી

દુબઈમાં યુવતીને દેહવ્યાપાર ચાલતો હોય તેવી હોટેલમાં મોકલી આપી હતી પરંતુ ત્યાં એક ભારતીય વેઈટરે તેને ભાગી જવાનું કહેતા તે ત્યાંથી ભાગી ગઈ હતી. જે બાદ તે લગભગ 15 દિવસ સુધી દુબઈમાં ભટકી હતી અને ત્યારબાદ યુવકે ટિકિટ મોકલી ફરીથી ભારત બોલાવી લીધી હતી.

યુવતી ભારત આવ્યા બાદ પણ તેને યાસરે મુક્ત કરી ન હતી અને લગભગ ચાર મહિના સુધી એક મકાનમાં ગોંધી રાખીને અનેક વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દરમ્યાન તેને બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવતી તેમજ યુવતીને જાતિ અને ધર્મવાચક ગાળો પણ બોલતો હોવાનું સામે આવ્યું છે. તેમજ યાસર ઘરે ન હોય ત્યારે તેના બાપ અને ભાઈ આવીને યુવતી સાથે છેડતી કરતા હતા.


યાસરના પરિવારે બળજબરીથી બુરખો પહેરાવ્યો, કલમા પઢાવતા

દરમ્યાન, ગત 25 ફેબ્રુઆરીનાં રોજ યાસર અચાનક ગુમ થઈ ગયો હતો અને 28 ફેબ્રુઆરીનાં રોજ તેનાં પરિવારે યુવતીને નોટિસ બતાવી અમારે હવે યાસર સાથે કોઈ સબંધ નથી તેમ કહી દીધું હતું અને છાપામાં યાસર કહ્યામાં નથી તે બાબતની જાહેરાત પણ છપાવી હતી. જે બાદ યાસર ક્યાં છે તેની યુવતીને કોઈ જાણ નથી. આખરે અસહ્ય થઈ પડતા યુવતી ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે પહોંચી હતી.

યુવતીએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, યાસરના પરિવારે તેણે બળજબરીથી બુરખો પહેરાવ્યો હતો તેમજ નમાજ-કલમા પઢાવતા હતા તેમજ તેની પાસે ભગવાન શિવનો એક ફોટો હતો તે પણ ફાડી નાંખ્યો હતો. ઉપરાંત કુરાન-એ-શરીફનું પઠન કરવાનું કહી ધર્મપરિવર્તન કરવાનું પણ દબાણ કરતા હતા.

પોલીસે આ મામલે આઠેક આરોપીઓને દબોચી લઈને કોર્ટમાં રજૂ કરી જેલમાં ધકેલી દીધા હતા જ્યારે આ કેસનો મુખ્ય આરોપી યાસરખાન હજુ પણ ફરાર છે જેણે શોધવા માટે પોલીસની ટીમો આકાશ-પાતાળ એક કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top