દેશ-દુનિયામાંથી આવી ચંદ્રગ્રહણના ‘બ્લડ મૂન’ની સુંદર તસવીરો; જુઓ PHOTOs

દેશ-દુનિયામાંથી આવી ચંદ્રગ્રહણના ‘બ્લડ મૂન’ની સુંદર તસવીરો; જુઓ PHOTOs

09/08/2025 Specials

SidhiKhabar

SidhiKhabar

દેશ-દુનિયામાંથી આવી ચંદ્રગ્રહણના ‘બ્લડ મૂન’ની સુંદર તસવીરો; જુઓ PHOTOs

પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂનનો તબક્કો રાત્રે 11:00 વાગ્યાથી 12:22 વાગ્યા સુધી ચાલ્યો. આ તે સમય હતો જ્યારે ચંદ્રગ્રહણ પોતાના પિક પર હતું. ચંદ્રગ્રહણનો પિકનો સમય 11:42 વાગ્યાનો હોવાનું કહેવાય છે. આ ચંદ્રગ્રહણ 3 કલાક 28 મિનિટનું હતું. પરંતુ ગ્રહણ સ્પર્શ એટલે કે છાયા સ્પર્શથી લઈને પૂર્ણ મોક્ષ સુધી, ચંદ્રગ્રહણ લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલ્યું. તેના છાયા સ્પર્શનો સમય રાત્રે 8:59 વાગ્યાનો હતો અને પૂર્ણ મોક્ષનો સમય રાત્રે 2:24 વાગ્યાનો હતો.

કોલકાતામાં સ્થિત ભારતીય અવકાશ ભૌતિકશાસ્ત્ર કેન્દ્રના ડિરેક્ટર સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ રેખામાં રહ્યા. આ એક દુર્લભ ઘટના છે જે છેલ્લે 31 જાન્યુઆરી 2018ના રોજ બની હતી અને આગામી સમયે તે 31 ડિસેમ્બર 2028ના રોજ થશે.


બ્લડ મૂન દુર્લભ

બ્લડ મૂન દુર્લભ

બ્લડ મૂન એક શબ્દ છે, જેનો પ્રયોગ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના લાલ રંગને દર્શાવવા માટે વપરાય છે. વિશ્વના ઘણા ભાગોમાં બ્લડ મૂન જોવા મળ્યો હતો. આવું ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ચંદ્રની સપાટી પર પોતાનો પડછાયો નાખે છે. સંપૂર્ણપણે કાળો થવાને બદલે, ચંદ્ર લાલ અથવા તાંબાના રંગનો થઈ જાય છે કારણ કે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી ફિલ્ટર થાય છે અને ચંદ્ર તરફ વળે છે. બ્લડ મૂન દુર્લભ છે, જે તેને આકાશ નિરીક્ષકો માટે એક રોમાંચક ઘટના બનાવે છે.

બ્લડ મૂન પહેલાના દૃશ્યમાં પૂર્ણ ચંદ્રગ્રહણની અદભુત ઝલક જોવા મળી હતી. આ દરમિયાન, રાત્રિના આકાશને પ્રકાશિત કરતો એક અદ્ભુત લાલ પૂર્ણ ચંદ્ર જોવા મળ્યો હતો. એશિયા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાતી આ દુર્લભ ખગોળીય ઘટનાએ વિશ્વભરના ખગોળ પ્રેમીઓ અને ફોટોગ્રાફરોને આકર્ષ્યા હતા. ચંદ્રગ્રહણના અંતિમ તબક્કા તરફ આગળ વધતા મંત્રમુગ્ધ કરનાર ‘લાલ ચંદ્ર’ અથવા ‘બ્લડ મૂન’. કેરળમાં બ્લડ મૂનનું શાનદાર દૃશ્ય જોવા મળ્યું.

એક અદ્ભુત પૂર્ણ ચંદ્ર, જેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. શાંઘાઈના નાણાકીય જિલ્લા લુજિયાઝુઈના ગગનચુંબી ઇમારતો ઉપરથી ચંદ્રનો એક અદ્ભુત ખગોળીય દૃશ્ય ઉત્પન્ન થયું. જેને ફોટોગ્રાફરોએ તેમના કેમેરામાં આ રીતે કેદ કર્યો. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન શારજાહ સ્ટેડિયમની ઉપર એક ચમકતો બ્લડ મૂન દેખાયો.


દોહામાં શાનદાર નજારો દેખાયો

દોહામાં શાનદાર નજારો દેખાયો

ઇઝરાયલ-નિયંત્રિત પશ્ચિમ કાંઠા પર રામલ્લાહ પર લાલ આભા સાથે ચમકતા પૂર્ણ ચંદ્રનું અદભુત દૃશ્ય. ચંદ્રગ્રહણ દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં બ્લડ મૂન જોવા મળ્યો હતો. આવું ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને પૂરી રીતે ઢાંકી દે છે અને પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતો સૂર્યપ્રકાશ લાલ થઈ જાય છે. તો, કતારની રાજધાની દોહા પર આકાશમાં એક અદભુત ‘બ્લડ મૂન’ પ્રકાશિત થયો, મક્કામાં પણ ચંદ્રગ્રહણનો અદ્વભૂત નજારો જોવા મળ્યો હતો અને એશિયા, યુરોપ અને આફ્રિકાના મોટા ભાગોમાં દેખાતા પૂર્ણ ચંદ્રગ્રહણના ભાગ રૂપે એક નાટકીય દૃશ્ય જોવા મળ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top