મહિન્દ્રા બજારમાં લોન્ચ કરશે 3 નવી SUV, કંપનીએ શરૂ કરી તૈયારી

મહિન્દ્રા બજારમાં લોન્ચ કરશે 3 નવી SUV, કંપનીએ શરૂ કરી તૈયારી

07/27/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

મહિન્દ્રા બજારમાં લોન્ચ કરશે 3 નવી SUV, કંપનીએ શરૂ કરી તૈયારી

મહિન્દ્રા ભારતીય બજારમાં પોતાની શાનદાર SUV માટે જાણીતી છે. ભારતી ઓટો નિર્માતા ઈલેક્ટ્રિક વાહનો સહિત વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. સાથે જ ICE SUVની પોતાની હાલની લાઇનઅપને મજબૂત કરી રહી છે. આ કેલેન્ડર વર્ષના બચેલા મહિનાઓમાં 3 નવી SUV લોન્ચ કરવાની આશા છે. આવો તેની બાબતે જાણીએ.


મહિન્દ્રા XUV 3X0 EV

મહિન્દ્રા XUV 3X0 EV

મહિન્દ્રા જલદી જ XUV 3X0નું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરી શકે છે, જે XUV400થી નીચે પોઝિશનની આવશે. આ 5-સીટર SUVમાં 350 કિલોમીટરથી ડ્રાઈવિંગ રેન્જ વધુ હોવાની અપેક્ષા છે. ભારતીય બજારમાં તે Nexon EVના બેઝ મોડલ સાથે સીધી સ્પર્ધા કરશે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.


Mahindra Thar Roxx

Mahindra Thar Roxx

Mahindra Thar Roxx ભારતીય બજારમાં 15 ઓગસ્ટ, 2024ના રોજ લોન્ચ કરવામાં આવશે. અપડેટ લેડર ફ્રેમ પર આધારિત, નવું મોડલ પોતાની ઓફ-રોડ ક્ષમતાઓને યથાવત રાખશે.સાથે જ તેમાં વધુ સ્પેસ અને વધારાના ફીચર્સ મળશે. Mahindra Thar Roxxમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી સાથે એક મોટુ ટચસ્ક્રી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સનરૂફ, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ઓટોમેટિક એસી, રીઅર એસી વેન્ટ, સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ અને 360-ડિગ્રી કેમેરા સિસ્ટમ મળશે. તે 2.2L ડીઝલ, 1.5L ડીઝલ અને 2.0L પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ હશે. જેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ વિકલ્પ હશે.


મહિન્દ્રા XUV.e8

મહિન્દ્રા XUV.e8

મહિદ્રા ભારતમાં XUV700 બેઝ્ડ ઇલેક્ટ્રિક SUV XUV.e8ને ડિસેમ્બર 2024માં સંભવિત રૂપે લોન્ચ કરવા તૈયાર છે. તેની એક્સટીરિયર ડિઝાઇન કોન્સેપ્ટ વર્ઝન સાથે ખૂબ હળતી-મળતી હશે, જ્યારે ઇન્ટિરયમાં ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ અને નવું ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ હશે. INGLO આર્કિટેક્ચર પર નિર્મિત, XUV.e8 એક વખત ચાર્જ કરવા પર 500 કિમીથી વધુની રેન્જ આપશે તેવી અપેક્ષા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top