ભરૂચ GIDCમાં આવેલ પ્લાસ્ટિક કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ! ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે ધસી ગઈ! જુઓ વિ

ભરૂચ GIDCમાં આવેલ પ્લાસ્ટિક કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ! ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે ધસી ગઈ! જુઓ વિડીયો

03/22/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભરૂચ GIDCમાં આવેલ પ્લાસ્ટિક કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ! ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે ધસી ગઈ! જુઓ વિ

Bharuch GIDC Fire : ભરુચ GIDC ખાતે આવેલી નર્મદા પ્લાસ્ટિક નામક પેકેજીંગ કંપનીમાં આજ રોજ સવારે ભીષણ આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાઓ જોઈને દૂરથી જ પરિસ્થતિ ગંભીર ઓવાનો અંદાજ લગાવી શકાતો હતો. હાલમાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવા માટે મહેનત કરી રહ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ અને ધુમાડા બે થી ત્રણ કિમિ દૂરના અંતરેથી પણ સ્પષ્ટ નજરે પડતા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર બે ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા.


દૂરથી જ દેખાતા હતા ધૂમાડાના ગોટા

દૂરથી જ દેખાતા હતા ધૂમાડાના ગોટા

ભરૂચના એસપી લીના પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પાણી અને ફીણ વડે આગ ઓલવવાના પ્રયાસો શરુ થઇ ગયા છે. હાલમાં કુલ 15 જેટલા ફાયર ફાઈટર્સ આગ ઓલવવાના કામે લાગ્યા છે. અત્યાર સુધી જાનહાનીનાં કોઈ સમાચાર નથી.

પ્લાસ્ટિક એ પેટ્રોકેમ મટીરિયલ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો પડકાર સમાન બની રહ્યો છે. પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી હોવાથી તેણે  ગંભીર સ્વરૂપર ધારણ કરી દીધું હતું. સ્થળ પર હાજર લોકોએ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો આદર્યા હતા, પરંતુ તે અપૂરતા સાબિત થતા ફાયર બ્રિગેડને મદદે બોલાવવામાં આવ્યું. આગની જ્વાળાઓમાં આસપાસની કંપનીઓ પણ ઝપેટમાં આવે તેવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર ઘટનસ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવા પ્રયાસ કરી રહયા છે. નર્મદા પ્લાસ્ટિકમાં લાગેલી આગ આસપાસની કંપનીઓમાં ન ફેલાય તે માટે ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ મદદે બોલાવવામાં આવી છે. જો કે આખા ઘટનાક્રમમાં રાહત આપનારી બાબત એ છે કે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.


આ ઘટનાના વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top