મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક! રશિયા અને યુક્રેન કયા મુદ્દે એક સાથે થયા? અમેરિકા અને ડ્રેગનના ઉડ્

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક! રશિયા અને યુક્રેન કયા મુદ્દે એક સાથે થયા? અમેરિકા અને ડ્રેગનના ઉડ્યા હોશ

12/10/2024 National

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક! રશિયા અને યુક્રેન કયા મુદ્દે એક સાથે થયા? અમેરિકા અને ડ્રેગનના ઉડ્

INS Tushil commissioned into Indian Navy: ભારત અને રશિયાની મિત્રતા ખૂબ જૂની છે. રશિયાએ મુશ્કેલ સમયમાં ભારતની મદદ કરી છે. આ ભાગીદારીએ તાજેતરમાં અનોખો વળાંક લીધો છે. હવે યુક્રેન પણ આ ભાગીદારીમાં જોડાઈ ગયું છે.

ત્રણ દેશો વચ્ચે આ એક અનોખી ત્રિકોણીય ભાગીદારી છે, જે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદૃશ્યમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ભાગીદારી જોઈને અમેરિકા અને ચીન બંને આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે હાલમાં રશિયા અને યુક્રેન એક-બીજા સામે યુદ્ધ કરી રહ્યા છે.


રશિયાએ ભારતને નવું યુદ્ધ જહાજ INS તુષિલ સોંપ્યું

રશિયાએ ભારતને નવું યુદ્ધ જહાજ INS તુષિલ સોંપ્યું

તાજેતરમાં જ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન રશિયા તરફથી એક નવું યુદ્ધ જહાજ INS તુષિલ ભારતને સોંપવામાં આવ્યું હતું. ભારત માટે આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે કારણ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એ છતા પણ ભારતને એક નવું યુદ્ધ જહાજ મળ્યું છે. INS તુષિલ એ ક્રિવક-III વર્ગનું યુદ્ધ જહાજ છે.

તે રશિયા દ્વારા ભારત માટે ડિઝાઇન અને નિર્મિત કરવામાં આવ્યું છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેના પ્રાથમિક એન્જિન, ગેસ ટર્બાઇન, યુક્રેનમાં બનાવવામાં આવ્યા છે. આ એક અનોખી સ્થિતિ છે કારણ કે ભારતને રશિયન યુદ્ધ જહાજ મળી રહ્યું છે, જેમાં યુક્રેનિયન એન્જિન છે.


જાણો કેવી રીતે થઈ ભારતની કૂટનીતિક જીત

જાણો કેવી રીતે થઈ ભારતની કૂટનીતિક જીત

ભારતની કૂટનીતિક ક્ષમતાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ મુશ્કેલ સંજોગોમાં પણ ભારતે રશિયા અને યુક્રેન સાથે સકારાત્મક સંબંધો જાળવી રાખ્યા છે. જ્યારે હાલમાં બંને દેશો એક-બીજા સામે યુદ્ધ કરી રહ્યા છે. આ સ્થિતિનો લાભ લઈને ભારતે બંને દેશો પાસેથી સૈન્ય સાધનોની ખરીદી કરી છે. જેના કારણે ભારતને તેની સૈન્ય ક્ષમતા વધારવામાં મદદ મળી છે. તેની સાથે જ રશિયા અને યુક્રેન બંને સાથે ભારતના સંબંધો મજબૂત થયા છે.


જાણો કેમ જરૂરી છે ભારત માટે ભાગીદારી

જાણો કેમ જરૂરી છે ભારત માટે ભાગીદારી

આ ભાગીદારી ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત, રશિયા અને યુક્રેન, ત્રણેય દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક હિતો ધરાવે છે. ચીન આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવામાં ભારત, રશિયા અને યુક્રેન વચ્ચેની આ ભાગીદારી એક સંતુલન શક્તિ તરીકે આગળ આવી શકે છે. તો, INS તુષિલના સમાવેશથી ભારતીય નૌકાદળની તાકતમાં વધારો થશે. આ યુદ્ધ જહાજ અત્યાધુનિક હથિયારો અને સેન્સર સિસ્ટમથી સજ્જ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top