ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલ્ટાની આગાહી..' આ તારીખે પવન સાથે વરસી શકે છે વરસાદ..! જાણો અંબાલાલની

ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલ્ટાની આગાહી..' આ તારીખે પવન સાથે વરસી શકે છે વરસાદ..! જાણો અંબાલાલની આગાહી

03/06/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલ્ટાની આગાહી..' આ તારીખે પવન સાથે વરસી શકે છે વરસાદ..! જાણો અંબાલાલની

Gujarat climate : રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલ્ટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.  ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તા. 8 થી 11 માર્ચ દરમ્યાન વાતાવરણમાં પલ્ટો આવવાની શક્યતા છે. તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી હી છે.  તેમજ 18 થી 20 માર્ચ દરમ્યાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે.


આ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે

આ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે

હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ હજુ પણ વાતાવરણ સુકું રહેશે. તેમજ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર થઈ જાઓ. તેમજ અલનીનોની અસરનાં કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. તેમજ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી વધવાની શક્યતાઓ છે. તેમજ ઉત્તર દિશામાંથી પવન ફુંકાશે. માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે.


તાજેતરમાં પડેલ વરસાદથી આ પાકમાં નુકશાનની શક્યતા

તાજેતરમાં પડેલ વરસાદથી આ પાકમાં નુકશાનની શક્યતા

માર્ચ મહિનો શરુ થતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. તો અમુક જગ્યાએ બરફનાં કરા પણ પડ્યા હતા.  તો જીરું, એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top