વિકાસ દિવ્યકીર્તિનું દૃષ્ટિ IAS કોચિંગ સેન્ટર સીલ, જાણો MCDએ શા માટે કરી કાર્યવાહી
નેહરુ વિહારના વર્ધમાન મોલમાં ચાલી રહેલા વિકાસ દિવ્યકીર્તિના દૃષ્ટિ IAS કોચિંગ સેન્ટરને MCDએ સોમવારે સીલ કરી દીધું. MCDના બિલ્ડિંગ વિભાગે જે વર્ધમાન મોલમાં દૃષ્ટિ કોચિંગ સેન્ટર ચાલી રહ્યું હતું, તેની ગતિવિધિઓ જાણવાને લઇને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ને 9 વખત ચિઠ્ઠી લખી હતી અને અંતમાં MCDએ આ કાર્યવાહી કરવી પડી. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં સ્થિત રાવ IAS સ્ટડી સર્કલના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી 3 વિદ્યાર્થીઓના મોત બાદ MCD હરકતમાં આવી છે અને તે એવી બધી ઇમારતો અને સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, જ્યાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
જે વર્ધમાન મોલમાં દૃષ્ટિ કોચિંગ ચાલી રહ્યું હતું, એ DDAનો હતો અને તેનો નકશો 2007માં DDAએ જ પાસ કર્યો હતો. DDAએ આ વર્ધમાન મોલનું 2010માં કમ્પલિશન સર્ટિફિકેટ આપી દીધું હતું. ત્યારબાદ 30 જૂન 2023ના રોજ MCDના બિલ્ડિંગ વિભાગને જાણવા મળ્યું કે વર્ધમાન મોલમાં ચાલતું દૃષ્ટિ (વિઝન) કોચિંગ સેન્ટર ગેરકાયદેસર રૂપે ચાલી રહ્યું છે, જેના પર કાર્યવાહી માટે તેણે DDAને ચિઠ્ઠી લખી અને કહ્યું કે, અથવા તો નિયમોનું ઉલ્લંઘન કરવા પર કોચિંગ સેન્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કે આ વર્ધમાન મોલમાં ચાલતી ગતિવિધિઓ સાથે જોડાયેલી ફાઇલ અમને સોંપવામાં આવે.
આ દરમિયાન MCDએ 9 ચિઠ્ઠી DDAને લખી, પરંતુ તેના પર કોઇ કાર્યવાહી ન કરવામાં આવી અને ન તેની ફાઇલ MCDને સોંપવામાં આવી. DDAએ MCDને કહ્યું કે, સંબંધિત ફાઇલ મળી રહી નથી અને જૂન 2024ના રોજ તેણે MCDને એક FIRની કોપી આપી અને કહ્યું કે, આ ફાઇલ ખોવાઇ ગઇ છે અને તમે કાર્યવાહી કરો. પછી 22 જુલાઇના રોજ MCDએ દૃષ્ટિ (વિઝન) IAS કોચિંગ સેન્ટરને કારણ બતાવો નોટિસ આપી હતી, ત્યારબાદ તેણે સોમવાર 29 જુલાઇના રોજ આ કોચિંગ સેન્ટરને સીલ કરી દીધું. જાણકારી મુજબ, MCDએ ઑગસ્ટ 2023 થી 13 મે 2024 સુધી સિવિલ લાઇન ઝોનમાં આવતા મુખર્જી નગર અને તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા કોચિંગ સેન્ટર, લાઇબ્રેરી અને અન્ય ગતિવિધિઓવાળી 80 ઇમારતો/બેઝમેન્ટને સીલ કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp