Meerut Murder Case: પતિને બેરહેમીથી મારીને ટુકડા કરનારી મુસ્કાન માતા બનવાની, જાણો જેલમાં જન્મેલા બાળકના અધિકારો વિશે
Muskan Rastog: મેરઠના સૌરભ રાજપૂત હત્યા કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, પતિ સૌરભ રાજપૂતની હત્યાના આરોપમાં જેલમાં રહેલી મુસ્કાન માતા બનવા જઈ રહી છે. CMO ડૉક્ટર અશોક કટારિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા મુજબ, મુસ્કાનનો પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું છે કે, જેલ પ્રશાસન તરફથી પત્ર મળ્યા બાદ એક ટીમ મોકલવામાં આવી હતી અને મુસ્કાનનું પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં ખબર પડી હતી કે મુસ્કાન માતા બનવા જઈ રહી છે.
થોડા દિવસ અગાઉ મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી નાખી હતી. મુસ્કાન અને સાહિલે સૌરભના શરીરના અનેક ટુકડા કરીને વાદળી ડ્રમમાં ભરીને તેમાં સિમેન્ટ નાખી દીધી હતી. આ ભયાનક હત્યાકાંડની દેશભરમાં ચર્ચા થઇ હતી. હવે મુસ્કાનનો પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સવાલ એ ઉઠે છે કે જેલમાં જન્મેલા મુસ્કાનના બાળકને શું અધિકાર મળશે? ભારતીય કાયદા હેઠળ જેલમાં જન્મેલા બાળકને કયા અધિકારો આપવામાં આવે છે? આવો જાણીએ.
ભારતની જેલોમાં એવી ઘણી મહિલાઓ છે, જેઓ ક્યાં તો ગર્ભવતી છે અથવા તો તેમના નવજાત શિશુઓ સાથે જેલમાં બંધ છે. નિયમો અનુસાર, બાળકના જન્મ પછી, આવી મહિલાઓને બાળકની સંભાળ માટે એક મહિના માટે એક અલગ સેલમાં રાખવામાં આવે છે, જેથી બાળકને કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે અને તેની યોગ્ય સંભાળ મળી શકે. જો મહિલા કેદીનું પહેલાથી જ નાનું બાળક હોય તો તેને 6 વર્ષની ઉંમર સુધી માતા સાથે જેલમાં રહેવાની છૂટ છે. આ સમય દરમિયાન, જેલ પ્રશાસન ધ્યાન રાખે છે કે જેલના વાતાવરણની અસર બાળક પર ન પડે અને આ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે.
ભારતીય કાયદા અનુસાર જેલમાં જન્મેલા બાળકોને પણ અન્ય બાળકોની જેમ સંપૂર્ણ અધિકાર મળે છે. તેમને જીવન, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવા અધિકારો મળે છે. એવામાં આવા બાળકોના વિકાસ માટે પૂરતી વ્યવસ્થા કરવાની જવાબદારી જેલ પ્રશાસનની છે. નિયમો અનુસાર, જો બાળકો નાના હોય તો તેમને તેમની માતા સાથે રહેવાની છૂટ છે. જ્યારે બાળક મોટું થાય છે, ત્યારે જેલ પ્રશાસન તેના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા કરે છે અને તેના સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.
NCRBના 2023ના રિપોર્ટ અનુસાર, ભારતની કુલ 1330 જેલોમાં 5.73 લાખથી વધુ કેદીઓ કેદ છે. જેમાં 23,772 મહિલાઓ છે. આમાં 1537 મહિલાઓ છે જે પોતાના બાળકો સાથે જેલમાં રહે છે. અડધાથી વધુ સંખ્યા એવી મહિલાઓની છે જેમણે જેલમાં રહીને બાળકને જન્મ આપ્યો છે. ભારતીય કાયદો કહે છે કે માતા-પિતાના ગુના માટે બાળકને સજા ન થવી જોઈએ. એવામાં બાળકનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાની જવાબદારી જેલ પ્રશાસનની છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp