“મિચોંગ” વાવાઝોડુ મચાવશે તબાહી! આ રાજ્યોમાં વિનાશ વેરશે, શું થશે ગુજરાતનું?

“મિચોંગ” વાવાઝોડુ મચાવશે તબાહી! આ રાજ્યોમાં વિનાશ વેરશે, શું થશે ગુજરાતનું?

12/04/2023 National

SidhiKhabar

SidhiKhabar

“મિચોંગ” વાવાઝોડુ મચાવશે તબાહી! આ રાજ્યોમાં વિનાશ વેરશે, શું થશે ગુજરાતનું?

Cyclone Michaung: વાતાવરણમાં આવેલાં પલટાને કારણે ફરી તોળાઈ રહ્યાં છે સંકટના વાદળો. ભારે પવન સાથે ફૂંકાશે પવન. હવામાન વિભાગે પણ અગાઉ આ અંગે જાણકારી આપી દીધી છે. ચક્રવાત 'મિચોંગ'ના કારણે ચાર રાજ્યો જોખમમાં છે, ભારે વરસાદ અને તેજ પવનની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે તેઓ દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. તેમણે રવિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.


ચક્રવાત 'મિચોંગ'ના કારણે આ રાજ્યો જોખમમાં

ચક્રવાત 'મિચોંગ'ના કારણે આ રાજ્યો જોખમમાં

સૌથી મોટો ખતરો ચાર રાજ્યોને છે. તમિલનાડુ, પોંડીચેરી, ઓડિશા અને આધ્રપ્રદેશમાં વાવાઝોડાની મોટી અસર જોવા મળશે. જોકે, આ વાવાઝોડાને ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ આવી પડશે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવે છે. રવિવારે ભરશિયાળે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ સવા ઈંચ કમોસમી વરસાદ પડ્યો. તો આજે પણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે. આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે.


110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે-

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે પછી ઉત્તર તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે સમાંતર આગળ વધશે અને 5 ડિસેમ્બરે બપોરના સમયે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે. આ ચક્રવાતી ગતિવિધિને કારણે પવનની ઝડપ 80-90 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. NDRF એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં 21 ટીમો તૈનાત કરી છે


તૈયારીઓની સમીક્ષા કરવા NCMC બેઠક-

નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓને રાજ્યને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો. તૈયારીઓની સમીક્ષા કરવા NCMC બેઠક મળી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC) ની બેઠક યોજાઈ હતી જેમાં આ ચક્રવાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.


તમિલનાડુએ ઘણા વિસ્તારોમાં જાહેર રજા જાહેર કરી છે-

તમિલનાડુમાં, સરકારે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપેટ અને તિરુવલ્લુરમાં સોમવારે જાહેર રજા જાહેર કરી છે કારણ કે IMD એ આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યાં ભારે વરસાદની શક્યતા છે, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે. દરમિયાન, ઓડિશા સરકારે આગામી પાંચ દિવસ માટે પાંચ જિલ્લાના કૃષિ વિભાગના ક્ષેત્રીય અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top