પડદાં પાછળ કશુંક બીજું છે! મોદી સરકારે વિશેષ સત્રનો એજન્ડા જાહેર કર્યો પણ કોંગ્રેસને હજુ વિશ્વા

પડદાં પાછળ કશુંક બીજું છે! મોદી સરકારે વિશેષ સત્રનો એજન્ડા જાહેર કર્યો પણ કોંગ્રેસને હજુ વિશ્વાસ નથી, જાણો શું કહ્યું

09/14/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

પડદાં પાછળ કશુંક બીજું છે! મોદી સરકારે વિશેષ સત્રનો એજન્ડા જાહેર કર્યો પણ કોંગ્રેસને હજુ વિશ્વા

મોદી સરકાર સપ્ટેમ્બરમાં બોલાવવામાં આવેલા સંસદના ખાસ સત્રમાં શું કરવાની છે તેની જાણકારી આખરે મળી ગઈ છે. તેની જાણકારી 13 સપ્ટેમ્બરે લોકસભાની તરફથી જાહેર બુલેટિનમાં આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 18 સપ્ટેમ્બરે સંસદીય યાત્રાના 75 વર્ષ પર ચર્ચા કરવામાં આવશે.

બુલેટિન અનુસાર ખાસ સત્રના એજન્ડામાં ચાર બિલને રાખવામાં આવ્યા છે. આ બિલ છે- એડવોકેટ્સ બિલ 2023, પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ બિલ 2023, પોસ્ટ ઓફિસ બિલ 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર બિલ 2023.


શું છે સંસદના ખાસ સત્રનો એજન્ડા?

શું છે સંસદના ખાસ સત્રનો એજન્ડા?

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર માટે સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે. ખાસ સત્ર બોલાવવાની જાહેરાત વગર કોઈ એજન્ડાએ કરી હતી. તેને લઈને વિપક્ષ સતત પ્રશ્નો કરી રહ્યું છે. તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી.

હવે મોદી સરકારે સંસદના ખાસ સત્રમાં શું થવાનું છે તેની જાણકારી આપી છે. લોકસભાના બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ખાસ સત્રના પહેલા દિવસ એટલે કે 18 સપ્ટેમ્બરે 75 વર્ષની સંસદીય યાત્રા, તેની ઉપલબ્ધિઓ, અનુભવ, યાદો પર ચર્ચા થશે.


લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા બિલ

રાજ્ય સભામાં પોસ્ટ ઓફિસ બિલ, 2023 અને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર બિલ 2023 પર ચર્ચા થશે. આ બન્ને બિલ રાજ્ય સભામાં 10 ઓગસ્ટે રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ સત્રનો એજન્ડા એ છે કે રાજ્ય સભામાં આ બન્ને બિલો પર ચર્ચા કરી તેને પાસ કરવામાં આવશે. તેના બાદ આ બિલોને લોકસભામાં રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત લોકસભામાં એકવોકેટ્સ બિલ, 2023 અને પ્રેસ અને રજીસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ બિલ 2023 પર ચર્ચા થશે. આ બન્ને બિલ 2023ના ચોમાસૂ સત્ર વખતે 3 ઓગસ્ટે રાજ્યસભામાં પાસ થયા હતા. તેના બાદ 4 ઓગસ્ટે તેમને લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ સત્રમાં આ બન્ને બિલોને લોકસભામાં પાસ કરવાનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે.


કોંગ્રેસે કહ્યું- પડદાની પાછળ કંઈક બીજુ છે

ખાસ સત્રના એજન્ડાને લઈને લોકસભાની તરફથી બુલેટિન જાહેર થયા બાદ કોંગ્રેસે ફરી મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસનું કહેવું છે કે જે એજન્ડા નક્કી કરવામાં આવ્યા છે તેના માટે શિયાળુ સત્રની રાહ જોઈ શકાતી હતી.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે સોનિયા ગાંધીના PMને ચિઠ્ઠી લખ્યા બાગ પડેલા દબાણના કારણે મોદી સરકારે ખાસ સત્રના એજન્ડાની જાહેરાત કરી છે. જયરામ રમેશે આ બુલેટિનને X પર શેર કરતા લખ્યું કે જે એજન્ડા પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમાં કંઈ નથી. તેના માટે નવેમ્બરમાં થવા જઈ રહેલા શિયાળુ સત્રની રાહ જોઈ શકાતી હતી.તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top