ચોથી લહેર શરુ? છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશમાં કેટલા લોકો કોરોનાથી મર્યા, એનો ખ્યાલ છે? જાણો આંકડા
Corona Update : ભારતમાં ચોથી લહેરની આશંકાઓ વચ્ચે મંગળવારથી આજ સુધીના આંકડાઓ ઉપરથી નિષ્ણાંતો ચિંતાતુર છે. હાલમાં કોરોના કેસીસ સાવ ઓછા થઇ જતાં લોકો નિશ્ચિંત બનીને કોરોના ગાઈડ લાઈન્સ ભૂલી ગયા છે. પરંતુ છેલ્લા 24 કલાકના આંકડા જાણીને લોકો ફરીથી ફફડી ઉઠે એવું છે. વીતેલા 24 કલાક દરમિયાન કોરોના કેસિસમાં વધારો જોવા મળ્યો છે.
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઈરસથી સંક્રમિત થવા અંગેના 2,927 મામલાઓ સામે આવ્યા છે.એ સાથે જ દેશમાં કોરોનાથી કુલ સંક્રમિત સંખ્યા 4,30,65,496 પર પહોંચી છે. ગયા 24 કલાક દરમિયાન સોમવારની સરખામણીએ 17.8નો વધારો નોંધાયો છે. એ સાથે જ કોરોના સંક્રમણને કારણે 32 લોકોના મૃત્યુ નોંધાયા છે. જેને કારણે ભારતમાં Covid-19 ને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5,23,654 પર પહોંચી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં Covid-19ના એક્ટિવ કેસિસની સંખ્યા વધીને 16,279 થઇ છે. અહીં સૌથી મહત્વની અને રાહત આપનારી ખબર એ પણ છે કે ભારતમાં કોરોના દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા જેટલો ઉંચો છે. આ માટેનું શ્રેય ભારતીય લોકોની સારી રોગપ્રતિકારક શક્તિ અને ભારત સરકાર દ્વારા ચલાવાયેલ રસીકરણ કાર્યક્રમને આપવામાં આવે છે.
ચીન અને યુરોપમાં કોરોના કેસિસમાં ધરખમ વધારો નોંધાયો છે. ચીને તો પોતાના શહેરોમાં ફરી એક વાર કડક લોકડાઉનનો અમલ ચાલુ કરાવી દીધો છે. આ દરમિયાન લોકોમાં ડર છે કે ક્યાંક ભારત પણ કોરોનાની ચોથી લહેરની ઝપટમાં તો નહિ આવી જાય ને! સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા પૂર્વ ઉચ્ચ અધિકારી એવા ડૉ સુભાષ સાલુંકેને ટાંકીને રજૂ કરાયેલા એક અહેવાલમાં કહેવાયું છે કે ભારતમાં ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જો કે એ વિષે નીશ્નાન્તોમાં મતમતાંતર છે. તેમ છતાં કોરોના ગાઈડલાઈન્સ પાલન અને સાવચેતી રાખવા બાબતે તમામ નિષ્ણાંતો એકમત છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp