આ ઓસ્ટ્રેલિયન સાંસદ યોગીથી એટલા પ્રભાવિત થયા કે ટ્વીટ કરીને કહ્યું- યોગી આદિત્યનાથ અમને આપી દો

આ ઓસ્ટ્રેલિયન સાંસદ સીએમ યોગીથી એટલા પ્રભાવિત થયા કે ટ્વીટ કરીને કહ્યું- યોગી આદિત્યનાથ અમને આપી દો

07/12/2021 World

SidhiKhabar

SidhiKhabar

આ ઓસ્ટ્રેલિયન સાંસદ યોગીથી એટલા પ્રભાવિત થયા કે ટ્વીટ કરીને કહ્યું- યોગી આદિત્યનાથ અમને આપી દો

લખનઉ: વસ્તીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) કોરોના મહામારી દરમિયાન યોગી સરકારે કરેલા મેનેજમેન્ટને (Covid Management)  લઈને ઓસ્ટ્રેલિયાના એક સાંસદ એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે તેમણે ટ્વીટ કરીને યોગીને (Yogi Aadityanath) ઉધાર જ માગી લીધા હતા.

ક્રેગ કેલી (Craig Kelly MP) નામના ઓસ્ટ્રેલિયાના સાંસદે ટ્વીટ કરતા કહ્યું કે, ‘ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશ.. શું એવું ન થઇ શકે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપણે અહીં લઇ આવીએ જેથી અહીંની આઈવરમેક્ટિનની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય.’ ક્રેગનું આ ટ્વીટ ભારતમાં ઝડપથી વાઈરલ થઇ રહ્યું છે અને અનેક વખત રિ-ટ્વીટ થયું છે.

ક્રેગ કેલી છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં સરકારના કામ ઉપર નજર રાખી રહ્યા હતા અને જે પ્રમાણે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તેને જોતા તેઓ સરકારના કામથી પ્રભાવિત થઇ ગયા હતા. કેલી ઓસ્ટ્રેલિયાના હ્યુજેસથી સાંસદ છે.

તેમણે ઓસ્ટ્રેલિયામાં આઈવરમેક્ટિન દવાની અછત અને નેતૃત્વની અક્ષમતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એક ડેટા એનાલિસ્ટના ટ્વીટને ક્વોટ કરીને ઉપરોક્ત વાતો કહી હતી. તેમણે આંકડાઓ દ્વારા જણાવ્યું હતું કે ભારતમાં સૌથી વધુ વસ્તીવાળા રાજ્યમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના ૧ ટકા કેસ સામે આવ્યા અને ૨.૫ ટકા મૃત્યુ નોંધાયા.

સાથે ડેટા એનાલિસ્ટ જે ચમીએ ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રના આંકડાઓ પણ દર્શાવ્યા જ્યાં દેશની નવ ટકા વસ્તી રહે છે. તેમણે જણાવ્યું કે અહીં કોરોનાના દેશના કુલ ૧૮ ટકા કેસ છે અને અડધાથી વધુ મોત અહીં જ નોંધાયા છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે કેલીએ સીએમ યોગીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તેમણે જૂન ૨૦૨૧ ના અંતમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે કેવી રીતે ૨૩ કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને હરાવ્યો હતો. તેમણે ૩૦મી જૂનના દિવસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જ્યાં તે દિવસે યુપીમાં કોરોનાના ૧૮૨ નવા કેસ નોંધાયા, તે જ દિવસે યુકેમાં આ આંકડો ૨૦,૪૭૯ રહ્યો. તેમણે આઈવરમેક્ટિન દવાના યોગ્ય ઉપયોગ માટે સીએમ યોગીની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે ગઈકાલે જારી કરેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૨૫ કેસ નોંધાયા. જ્યારે સામે ૧૩૪ લોકો સાજા થયા હતા. યુપીમાં હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧,૫૯૪ થઇ છે તેમજ સાજા થવાનો દર ૯૮.૬ ટકા ઉપર પહોંચ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top