જે રસ્તો બનાવ્યો, તે જ રસ્તા પર મારું ચલણ કપાયું, નીતિન ગડકરીએ જણાવ્યું-કેવી રીતે 2 વખત 500 રૂપ

જે રસ્તો બનાવ્યો, તે જ રસ્તા પર મારું ચલણ કપાયું, નીતિન ગડકરીએ જણાવ્યું-કેવી રીતે 2 વખત 500 રૂપિયા ચૂકવવા પડ્યા?

04/09/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

જે રસ્તો બનાવ્યો, તે જ રસ્તા પર મારું ચલણ કપાયું, નીતિન ગડકરીએ જણાવ્યું-કેવી રીતે 2 વખત 500 રૂપ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, જે રસ્તો તેમણે બનાવ્યો હતો, તેના પર તેમનું ચલણ ફાટ્યું હતું. તેઓ મંગળવારે CNN-News18ના કાર્યક્રમ રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં બોલી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો કે ટ્રાફિકના ઉલ્લંઘન બદલ બાંદ્રા-વર્લી સી લિંક પર તેમને 2 વખત 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની મેં ચૂકવણી કરી, હકીકતમાં તેઓ એ વાત ભાર મૂકી રહ્યા હતા કે નિયમો દરેક પર લાગૂ પડે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમનું સપનું દરરોજ 100 કિમી હાઇવે બનાવવાનું છે.


અકસ્માતો અટકાવવા માટે માનવ વ્યવહારમાં પરિવર્તન સૌથી મહત્ત્વપૂર્ણ

અકસ્માતો અટકાવવા માટે માનવ વ્યવહારમાં પરિવર્તન સૌથી મહત્ત્વપૂર્ણ

નીતિન ગડકરીએ પણ માર્ગ અકસ્માતો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે અકસ્માતો અટકાવવા માટે માનવ વ્યવહારમાં પરિવર્તન સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે માર્ગ અકસ્માતોમાં મોટાભાગના મૃત્યુ હેલમેટ ન પહેરવાને કારણે થાય છે. શું એ શક્ય છે કે ટૂ-વ્હીલર ઉત્પાદક કંપનીઓ પણ માર્ગ સલામતી વધારવા માટે વાહન ખરીદી સમયે તેમના ગ્રાહકોને હેલમેટ પણ આપે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ આ વિશે જાણકારી મેળવશે.


ગડકરીએ જણાવ્યું તેઓ કેવા કોન્ટ્રાક્ટરોની કડકાઇથી નીપટે છે

ગડકરીએ જણાવ્યું તેઓ કેવા કોન્ટ્રાક્ટરોની કડકાઇથી નીપટે છે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલ સિવાય કોઈપણ કાર ખરીદો. ફ્લેક્સ એન્જિન, ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન કાર ભવિષ્ય છે અને તેમણે પોતે હાઇડ્રોજન કાર ખરીદી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ એવા કોન્ટ્રાક્ટરો સાથે કડકાઇથી નીપટે છે જેઓ પોતાનું કામ યોગ્ય રીતે કરતા નથી. જે કોન્ટ્રાક્ટર પોતાનું કામ યોગ્ય રીતે નથી કરતા તેમને ઠપકો આપવામાં આવે છે. સ્પીડ બ્રેકર્સ સ્લિપ ડિસ્કની સમસ્યાનું કારણ બની શકે છે અને સ્પીડ તપાસવા માટે એક નવો કલર કોડ આવી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top