કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની જીભ લપસી, બોલ્યા- અમે હિન્દુ-મુસ્લિમોને જોડીને દંગા-ફસાદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની જીભ લપસી, બોલ્યા- અમે હિન્દુ-મુસ્લિમોને જોડીને દંગા-ફસાદ.., BJP હુમલાવર

04/17/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની જીભ લપસી, બોલ્યા- અમે હિન્દુ-મુસ્લિમોને જોડીને દંગા-ફસાદ

ભાજપ પર પ્રહાર કરતી વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની જીભ લપસી ગઈ. તેમણે કહ્યું કે અમે રમખાણો કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો. વાસ્તવમાં, તેઓ કહેવા માગતો હતા કે અમે દંગા રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. તેને લઈને ભાજપના નેતાઓએ સિંહ પર કટાક્ષ કર્યો છે. રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના મંત્રી અને ભાજપ નેતા વિશ્વાસ સારંગે કહ્યું કે, દિગ્વિજય સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે પોતે કબૂલ્યું છે કે તેમણે દંગા-ફસાદ કરાવ્યા છે.


દિગ્વિજય સિંહનું નિવેદન વાંધાજનક છે- મંત્રી

દિગ્વિજય સિંહનું નિવેદન વાંધાજનક છે- મંત્રી

તેમણે કહ્યું કે, ‘સૌથી મોટી આપત્તિજનક વાત એ છે કે તેઓ કહી રહ્યા છે કે બાબરી મસ્જિદ શહીદ થઈ. શું તે શહીદ થઈ હતી? અમે તો પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે કોંગ્રેસના નેતાઓ જ દંગા-ફસાદ કરાવવાનું કામ તો કોંગ્રેસના નેતાઓએ કર્યું છે. દિગ્વિજય સિંહે પોતે આ વાત સ્વીકારી છે. તેમનું નિવેદન આપત્તિજનક છે. એ સ્થાપિત થઈ ગયું છે કે મિયાં દિગ્ગી દંગા ફસાદ કરાવવાને આદિ છે. સારંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિગ્વિજય સિંહનો કથિત વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું કે, ‘સાંભળો દિગ્વિજય સિંહની કબૂલાત. બાબરી મસ્જિદ શહીદ થવા પર અમે દંગા કરાવ્યા!


સભાને સંબોધિત કરતા દિગ્વિજય સિંહે શું કહ્યું?

સભાને સંબોધિત કરતા દિગ્વિજય સિંહે શું કહ્યું?

શાજાપુરના ચોબદારવાડી ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા સદ્ભાવના સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે તેમાં ભાગ લીધો હતો. દિગ્વિજય સિંહે ભાજપ સરકારને ઘેરવા લાગ્યા હતા.

સભાને સંબોધિત કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે, ‘જ્યારે બાબરી મસ્જિદ શહીદ થઈ, ત્યારે હું કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હતો. હિન્દુઓ-મુસ્લિમોને જોડીને અમે દંગા-ફસાદ થવામાં અમે પૂરો પ્રયાસ કર્યો. ભોપાલમાં 1947માં પણ આવા દંગા નથી થયા, પરંતુ બાબરી મસ્જિદ પડવા પર દંગા થયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top