'યોગી પોતે ઈંડું છે, એટલે...' અખિલેશ યાદવે મુખ્યમંત્રીને લઇને આ શું કહી દીધું
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા છે. ઓડિશામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગીની કાર્યશૈલી, ભાષા અને નીતિઓ પર નિશાન સાધ્યું. તેમણે તો એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પોતે 'ઈંડું' છે, એટલે તેઓ દંડાની વાત કરે છે. અખિલેશનું આ નિવેદન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તાજેતરની ટિપ્પણીના જવાબમાં આવ્યું છે. જેમાં તેમણે કાયદો અને વ્યવસ્થા અંગે સખ્તાઈની વાત કરી હતી.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, અખિલેશે કહ્યું કે, હિંસા અને તણાવના માહોલમાં, સમાજવાદી પાર્ટી હંમેશાં શાંતિનો સંદેશ આપે છે. તેમણે ભાર આપીને કહ્યું કે, જ્યાં પણ સાંપ્રદાયિક તણાવ હોય, અમે કહીએ છીએ કે હિંસા કોઈ ઉકેલ નહીં નીકળે. હિંસાથી સમાજ પાછળ રહી જશે. અખિલેશે ભાજપ પર હિંસા અને રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, " હિંસા, આગચંપી અને રમખાણોમાં હંમેશાં ભાજપનો હાથ હોય છે.
અખિલેશે મુખ્યમંત્રી યોગીના 'યોગી' હોવા પર પણ સવાલ ઉઠાવ્યા. ગીતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘કપડાં પહેરવાથી યોગી બની જતું નથી. ગીતામાં લખ્યું છે કે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ માને છે તેજ યોગી છે. પરંતુ આપણા મુખ્યમંત્રી પોતાની ભાષાથી જ લોકોને દુઃખ આપી રહ્યા છે."
આ દરમિયાન, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસને પણ ઘેરી લીધી. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસે જ ED કાયદો બનાવ્યો હતો. તે સમયે, ઘણા પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો અને કોંગ્રેસને કહ્યું હતું કે તમે એવો કાયદો લાવી રહ્યા છો, જેનાથી આખરે તમને જ પરેશાની થઈ શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપનો વિરોધ કરનારા કોઈપણ નેતાને ED, CBI અને આવકવેરા વિભાગનો સામનો કરવો પડ્યો છે. હું સમજું છું કે ED જેવા વિભાગોને નાબૂદ કરી દેવા જોઈએ. હું કોંગ્રેસ પાસેથી પણ આ જ માગ કરીશ. ED હોવાનો અર્થ એ છે કે તમને આવકવેરા વિભાગ કે GST જેવી તમારી પોતાની સંસ્થાઓ પર પણ વિશ્વાસ નથી.
અખિલેશે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં નોટબંધી બાદ ખૂબ પૈસા કાઢ્યા. અમારે ત્યાં તો IAS અધિકારીઓ પણ ગુમ છે... ભૂગર્ભમાં છે. એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તેઓ બધા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રહે છે. શક્ય છે કે જેઓ પ્રોત્સાહન આપી રહ્યા હોય, તેઓ કમિશન લઈ રહ્યા હોય. ઉત્તર પરદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી ભલે દૂર હોય, પરંતુ અખિલેશનો આ હુમલો રાજકારણને ગરમ કરવા માટે પૂરતો છે. હવે જોવાનું એ રહે છે કે આ અંગે મુખ્યમંત્રી યોગી તરફથી શું પ્રતિક્રિયા આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp