GSRTC બસ ચાલકે રિક્ષાને એટલી જોરમાં ટક્કર મારી કે 6 લોકોના થઇ ગયા મોત
ગઇકાલે રાજકોટમાં સિટી બસ ચાલકે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા વાહન ચાલકોને અડફેટે લઈ લીધા હતા, જેમાં 4 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે 4 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. આજે ફરી GSRTC બસના ડ્રાઇવરે એક રિક્ષાને અડફેટે લઇ લીધી. આ અકસ્માતમાં 6 લોકોનું મોત થઈ ગયું છે.
પાટણ જિલ્લામાં રાધનપુર હાઇવે પર સમી નજીક એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એ સમયે થયો, જ્યારે હારિજ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી બસે એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસની ગતિ એટલી વધારે હતી કે ટક્કર બાદ રિક્ષામાં સવાર 5થી વધુ લોકો બસ નીચે આવી ગયા. બસે 5 લોકોને કચડી નાખ્યા, અકસ્માતમાં કેટલાક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
રીક્ષામાં સવાર બાબુભાઈ ફૂલવાદી, કાંતાબેન ફૂલવાદી, ઇશ્વરભાઇ ફૂલવાદી, તારાબેન ફૂલવાદી, નરેશભાઈ ફૂલવાદી અને સાયરાબેન ફૂલવાદી સહિતના તમામ 6 શ્રદ્ધાળુઓના મોત નીપજયા છે. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મૃતકો રાધનપુરના વાદી સમુદાયના હતા અને રાધનપુરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટનાસ્થળેથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં શોકનો માહોલ છે.
આ ઉપરાંત આજે અમદાવાદમા બોડકદેવ વિસ્તારમાં BMW કારે અકસ્માત સર્જ્યો હતો. જેમા BMWએ બિલ્ડિંગમાંથી બહાર નીકળતી કારને ટક્કર મારી હતી. જેના કારણે કાર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમા 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ BMW રસ્તાના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. તેમજ અકસ્માત બાદ BMW કાર સ્થળ પર મૂકી યુવક અને યુવતી ફરાર થઈ ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp