માનવતાને શરમશાર કરનારી ઘટના! પત્નીના મૃતદેહને ખભા પર લઈને હૉસ્પિટલમાં ફરતો રહ્યો પતિ

માનવતાને શરમશાર કરનારી ઘટના! પત્નીના મૃતદેહને ખભા પર લઈને હૉસ્પિટલમાં ફરતો રહ્યો પતિ

04/17/2025 National

SidhiKhabar

SidhiKhabar

માનવતાને શરમશાર કરનારી ઘટના! પત્નીના મૃતદેહને ખભા પર લઈને હૉસ્પિટલમાં ફરતો રહ્યો પતિ

રાજસ્થાનના ચુરુ જિલ્લાની સરકારી ડીબી હૉસ્પિટલમાં એક ચોંકાવનારું દૃશ્ય સામે આવ્યું, જ્યારે એક વ્યક્તિ તેની મૃત પત્નીના શબને ખભા પર લઈને લગભગ 10 મિનિટ સુધી હોસ્પિટલ પરિસરમાં ફરતો રહ્યો. આ ઘટના જિલ્લાના રતનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સેહલા ગામમાં બની હતી, જ્યાંના રહેવાસી હરલાલની પત્ની ઝુમા દેવી (45)નું વીજળીનો કરંટ લાગવાથી મોત થઇ ગયું હતું.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

સેહલા ગામના રહેવાસી હરલાલની પત્ની ઝુમા દેવી પોતાના ઘરની સફાઈ કરી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસોડામાં સફાઈ કરતી વખતે, ભીનું કપડું ત્યાં રાખેલી લોટની ઘંટીને સ્પર્શ્યું, જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો. પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી વાહનમાં ચુરુની ડી.બી. હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

હૉસ્પિટલની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના, પત્નીના મોતથી આઘાત પામેલા હરલાલે ઝુમા દેવીના મૃતદેહને પોતાના ખભા પર ઉપાડી લીધો અને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી પાર્કિંગમાં લઈ ગયો. આ દરમિયાન, હોસ્પિટલ સ્ટાફ અને પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઇની વાત ન સાંભળી અને મૃતદેહને ખભા પર લઈને પરિસરમાં ફરતો રહ્યો.


પોલીસ અને વહીવટીતંત્રના પ્રયાસો

પોલીસ અને વહીવટીતંત્રના પ્રયાસો

ઘટનાસ્થળે તૈનાત હોસ્પિટલ ચોકી પોલીસે અને પાછળથી પહોંચેલી કોતવાલી પોલીસે હરલાલને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. હરલાલ કહેતો રહ્યો કે, 'હું આવી જ રીતે લઈ જઇશ.' જોકે, પોલીસની સમજાવટ બાદ, તે આખરે સહમત થયો અને મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં હરલાલ પોતાની પત્નીના મૃતદેહને ખભા પર લઈને હોસ્પિટલ વહીવટીતંત્ર સાથે દલીલ કરતો અને પરિસરમાં ફરતો જોવા મળી રહ્યો છે.

કોતવાલી પોલીસે ઘટના અંગે રતનગઢ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. રતનગઢ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપી દીધો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top