સંજૂ સેમસને જણાવ્યું-દિલ્હી સામે રાજસ્થાન રોયલ્સને કયા ખેલાડીને કારણે હાર મળી?
IPL 2025ની 32મી મેચ બુધવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં રોમાન્ચની પરાકાષ્ઠાએ સુધી પહોચેલી મેચમાં દિલ્હીની ટીમ સુપર ઓવરમાં જીતી ગઈ. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન વિરોધી ટીમ સામેની હાર બાદ ખૂબ જ નિરાશ દેખાયો. મેચ બાદ, ઇનામ વિતરણ સમારોહ દરમિયાન તેણે કહ્યું કે, 'અહીં તાત્કાલિક આવીને બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય નહોતો. મારા મતે, અમે મેચ દરમિયાન સારી બોલિંગ કરી. એવા અવસરો પણ આવ્યા આવ્યા, જ્યારે તેમને (વિરોધી ટીમને) અમારી સામે સખત મહેનત કરવી પડી હતી. હું મારા બધા બોલરો અને ફિલ્ડરોની પ્રશંસા કરવા માગુ છું. મને લાગે છે કે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું હતું, પરંતુ આપણે બધાએ જોયું કે તે સ્ટાર્કની ઓવર શાનદાર હતી.
દિલ્હી કેપિટલ્સ તરફથી મિશેલ સ્ટાર્કે સુપર ઓવર ફેંકી. જ્યાં તેનું પ્રદર્શન પ્રશંસનીય હતું. આ પહેલા તેણે છેલ્લી ઓવરોમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. આ જ કારણ હતું કે મેચ બાદ સેમસન પણ તેની પ્રશંસા કરતા પોતાને ન રોકી શક્યો. તેણે કહ્યું કે, 'હું જીતનો શ્રેય સ્ટાર્કને આપવા માગુ છું. મને લાગે છે કે તેણે 20મી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને દિલ્હી કેપિટલ્સ માટે મેચ જીતી લીધી.
સેમસને કહ્યું કે, અમારી યોજના સુપર ઓવરમાં સખત મહેનત કરવાની હતી. તમે જાણો છો કે વિરોધી ટીમ અહીં સખત લડાઈ આપવાની છે. એટલે અમારે ત્યાં વધુ મહેનત કરવાની જરૂર હતી. દિલ્હી માટે સ્ટાર્કે સુપર ઓવરમાં બોલિંગ કરી. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ તરફથી સંદીપ શર્માએ આ જવાબદારી લીધી. જોકે, તે ટીમને જીત અપાવી ન શક્યો.
સંદીપની પ્રશંસા કરતા સેમસને કહ્યું કે, 'છેલ્લા કેટલાક વર્ષોથી, તે અમારા માટે સૌથી મુશ્કેલ ઓવરો ફેંકી રહ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે અમારી પાસે તેના જેવો બોલર છે. મેચ દરમિયાન જોફ્રાએ જે રીતે તેને ટેકો આપ્યો અને બધાએ તેની આસપાસ પ્રદર્શન કર્યું, પરંતુ અંતે સ્ટાર્કે અમારી પાસેથી મેચ છીનવી લીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp