Video: આ છે પાકિસ્તાનની હિન્દુઓ પ્રત્યેની માનસિકતા, આર્મી ચીફ અસીમ મુનીર બોલ્યો- ‘આપણે હિન્દુઓથ

Video: આ છે પાકિસ્તાનની હિન્દુઓ પ્રત્યેની માનસિકતા, આર્મી ચીફ અસીમ મુનીર બોલ્યો- ‘આપણે હિન્દુઓથી દરેક બાબતે અલગ, કલમાની..’

04/17/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: આ છે પાકિસ્તાનની હિન્દુઓ પ્રત્યેની માનસિકતા, આર્મી ચીફ અસીમ મુનીર બોલ્યો- ‘આપણે હિન્દુઓથ

Pakistan Army Chief Asim Munir: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે વિદેશી પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક પરિષદમાં ભારત, હિન્દુ ધર્મ, દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત, કાશ્મીર અને ગાઝા જેવા મુદ્દાઓ પર નિવેદનો આપ્યા હતા જે ન માત્ર વિવાદાસ્પદ હતા, પરંતુ વિભાજનકારી અને નફરત ફેલાવનારા પણ હતા. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 13-16 એપ્રિલ 2025 દરમિયાન આયોજિત કાર્યક્રમમાં તેણે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ પાસેથી આર્થિક મદદની પણ અપીલ કરી હતી. કોન્ફરન્સમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનો અંદાજ કોઈ કમાન્ડર જેવો નહીં, પરંતુ એક કટ્ટર ધાર્મિક પ્રચારક જેવો હતો.

જનરલ મુનીરે આ કાર્યક્રમમાં કહ્યું કે, ‘જીવનના દરેક પાસામાં આપણે હિન્દુઓથી અલગ છીએ.’ આ નિવેદન મોહમ્મદ અલી ઝીણાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનું એ જ જૂનું અર્થઘટન છે, જેમાં ધર્મને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવવામાં આવ્યો હતો. જનરલ મુનીરે વધુમાં કહ્યું કે, આપણો ધર્મ, રીત-રિવાજો, પરંપરાઓ, વિચાર અને મહત્ત્વકાંક્ષાઓ અલગ છે, એટલે જ આપણા પૂર્વજોએ પાકિસ્તાનનો પાયો નાખ્યો હતો.


વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને અપીલ

વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને અપીલ

અસીમ મુનીરનું ભાષણ વિદેશી પાકિસ્તાનીઓ માટે ભાવનાત્મક અપીલ કરતા વધારે આર્થિક ભીખ માગવા જેવું લાગ્યું. તેમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, તમે પૈસા મોકલીને, રોકાણ કરીને તમારા દેશ પ્રત્યે પ્રેમ દર્શાવી રહ્યા છો. ભૂલશો નહીં કે તમે એક શ્રેષ્ઠ વિચારધારા સાથે જોડાયેલા છો.


કલમાના આધારે બન્યા 2 દેશ?

કલમાના આધારે બન્યા 2 દેશ?

મુનીરે દાવો કર્યો હતો કે, દુનિયામાં ફક્ત 2 જ રજવાડા અલ્લાહના કલમાના આધારે બનાવ્યા છે, એક મદીના અને બીજું પાકિસ્તાન. અલ્લાહે 1300 વર્ષ બાદ પાકિસ્તાન બનાવ્યું છે. પોતાના ભાષણના અંતે, મુનીરે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી અને ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીની ટીકા કરી અને પેલેસ્ટિનિયનો માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આયોજિત વિદેશી સંમેલનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત પાકિસ્તાનના તમામ મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top