નાના પાટેકરે શાહરુખ ખાનની Jawan ફિલ્મને ગણાવી સાવ વાહિયાત: માત્ર મર્ડર અને હિંસાને પ્રોત્સાહન અ

નાના પાટેકરે શાહરુખ ખાનની Jawan ફિલ્મને ગણાવી સાવ વાહિયાત: માત્ર મર્ડર અને હિંસાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે

09/15/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

નાના પાટેકરે શાહરુખ ખાનની Jawan ફિલ્મને ગણાવી સાવ વાહિયાત: માત્ર મર્ડર અને હિંસાને પ્રોત્સાહન અ

બોલિવુડ એક્ટર નાના પાટેકર હાલ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. તેની સાથે જ એક્ટર પોતાની અપરમિંગ ફિલ્મ ધ વેક્સીન વોરમાં પણ જોવા મળવાના છે. વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્ન 28 સપ્ટેમ્બર 2023એ મોટાપડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ પહેલા પ્રમોશનલ ઈવેન્ટમાં નાના પાટેકરનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

તેમણે થોડા સમય પહેલા શાહરૂખ ખાનની રિલીઝ થયેલી ફિલ્મ જવાનને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે. નાના પાટેકરે જવાનને વાહિયાત ફિલ્મ ગણાવી છે. સાથે જ હિંસા અને મર્ડરને પ્રોત્સાહન આપવાના આરોપ પણ લગાવ્યા છે. એક્ટરનો ગુસ્સો અચાનક શાહરૂખ ખાનની ફિલ્મ પર ફૂટી પડ્યો છે.


જવાનને ગણાવી વાહિયાત ફિલ્મ

જવાનને ગણાવી વાહિયાત ફિલ્મ

નાના પાટેકરે જવાનને વાહિયાત ફિલ્મ ગણાવી છે. એક ઈન્ટરવ્યૂમાં નાના પાટેકરે જણાવ્યું, "સમાજના સારા માટે સારી ફિલ્મો બનાવવી ખૂબ જ જરૂરી બની ગયું છે. હાલમાં જ મેં એક ફિલ્મ જોઈ છે. તે ફિલ્મ ખૂબ ચાલી છે. હું તે ફિલ્મનું નામ નહીં લઈ શકું."

નાનાએ આગળ જણાવ્યું, "ફિલ્મ જોયા બાદ મેં વિચાર્યું, યાર આ ફિલ્મ કેવી રીતે ચાલી ગઈ. ફિલ્મમાં વાહિયાત રીતે હિંસા બતાવવામાં આવી છે. આટલું વાહિયાત કે શું કહું તમને. જો ફિલ્મ 400, 500 કરોડની કમાણી કરી રહી છે તો બાળકો પણ તે મૂવી જોઈ જ રહ્યા હશે. જો સમાજ માટે ખૂબ જ ખતરનાક છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top