શું મહારાષ્ટ્રમાં થશે નવાજૂની? આખરે અજિત પવારે એવું શું કહ્યું કે ભાજપે કરવી પડી સ્પષ્ટતા

શું મહારાષ્ટ્રમાં થશે નવાજૂની? આખરે અજિત પવારે એવું શું કહ્યું કે ભાજપે કરવી પડી સ્પષ્ટતા

09/25/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

શું મહારાષ્ટ્રમાં થશે નવાજૂની? આખરે અજિત પવારે એવું શું કહ્યું કે ભાજપે કરવી પડી સ્પષ્ટતા

મહારાષ્ટ્રના રાજકારણમાં અવાર-નવાર અનેક ઉથલપાથલ થઈ રહી છે. આ દરમિયાન હવે NCPમાં ભાગલા પડ્યા બાદ NDA સરકારમાં સામેલ થયેલા અજિત પવારના નિવેદન બાદ ફરી અટકળોનું બજાર ગરમ થયું છે. વાત જાણે એમ છે કે, NCPના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, તેઓ પણ જાણતા નથી કે તેઓ કેટલો સમય નાણામંત્રી પદ પર રહેશે. તેમણે કહ્યું આજે મારી પાસે નાણા મંત્રાલય છે, તેથી તમને યોજનાઓનો લાભ આપવાનું મારું કામ છે. જોકે આ જવાબદારી ક્યાં સુધી નિભાવીશ તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. તેઓ શનિવારે બારામતીમાં પોતાના સમર્થકો સાથે વાત કરી રહ્યા હતા.


અજિત પવારના નિવેદન બાદ રાજકારણ ગરમાયું

અજિત પવારના નિવેદન બાદ રાજકારણ ગરમાયું

NCPના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આ નિવેદન બાદ મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ, શિવસેના અને એનસીપી (અજિત જૂથ) વચ્ચે કોઈ સંકલન નથી. બીજી તરફ અજિત પવાર છેલ્લા બે મહિનામાં બે વખત શરદ પવારને મળ્યા છે. તેમના જૂથના અન્ય નેતાઓ પણ શરદ જૂથના ધારાસભ્યોને મળતા રહે છે.


અમિત શાહ મુંબઈ ગયા ત્યારે પણ હાજર નહોતા અજીત પવાર

અમિત શાહ મુંબઈ ગયા ત્યારે પણ હાજર નહોતા અજીત પવાર

આ તરફ શનિવારે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા હતા ત્યારે અજિત પવાર ત્યાં ન હતા .તેમણે લાલબાગ ચા રાજા ગણેશ મંડપની પણ મુલાકાત લીધી હતી અને બાદમાં મુખ્યપ્રધાન શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. જોકે આ દરમિયાન અજિત પવાર હાજર ન હતા. તેમની ગેરહાજરીને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, અજીત પવારે કહ્યું કે, તેમણે CM શિંદેને તેમના સમયપત્રક વિશે પહેલેથી જ જાણ કરી દીધી છે.


શું કહ્યું અજીત પવારે ?

શું કહ્યું અજીત પવારે ?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર કહ્યું કે, હું ઘણા વર્ષોથી બારામતીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. હાઉસિંગ એસોસિએશન, બારામતી બેંક, બારામતી દૂધ સહકારી અને બારામતી બજાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકો વર્ષમાં માત્ર એક જ વાર થાય છે,  તેથી તેમને છોડવું યોગ્ય ન હતું. આ સંદર્ભે તૈયારીઓ થઈ ગઈ હતી અને શાહની ઓફિસને 15 દિવસ અગાઉ જ તેની જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, મેં પહેલા જ કહ્યું હતું કે હું, અમિત શાહની મુલાકાત દરમિયાન મુંબઈમાં રહી શકીશ નહીં.


ભાજપ અધ્યક્ષે શું કહ્યું ?

ભાજપ અધ્યક્ષે શું કહ્યું ?

આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ અટકળોને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, અજિત પવારનું નાણા મંત્રાલયનું નિવેદન સામાન્ય બાબત છે. ભવિષ્યમાં શું થશે તેની કોઈને ખબર નથી. તેમનું નિવેદન રાજકીય નહીં પણ સ્વાભાવિક હતું. આ અંગે કોઈ અટકળોની જરૂર નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top