NDAમાં થઈ ગઈ બેઠકોની ફાળવણી, જાણો કોણ કેટલી સીટો પર લડશે
બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો ફાળવવામાં આવી છે. જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના હિસ્સામાં 6-6 બેઠકો આવી છે.
ભાજપ બિહારના પ્રભારી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે, NDA પરિવારના તમામ સભ્યોએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં અને પરસ્પર સહમતિથી બેઠકોની વહેંચણી પૂર્ણ કરી છે. નીચે મુજબ છે:
ભાજપ – 101 બેઠકો
JDU – 101 બેઠકો
LJP (રામ વિલાસ) – 29 બેઠકો
RLMO – 06 બેઠકો
HAM – 06 બેઠકો
જીતન રામ માંઝીની પાર્ટીએ આ બેઠકો મળી:
ટેકારી
કુટુમ્બા
અતરી
ઇમામગંજ
સિકન્દરા
બારાચટ્ટી
ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આ બેઠકો પર ચૂંટણી લડશે:
સાસારામ
દિનારા
ઉજિયારપુર
મહુઆ
બાજપટ્ટી
મધુબની
JDUના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય કુમાર ઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે અમે, NDA સાથીઓએ, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠક વહેંચણી પૂર્ણ કરી છે. તમામ NDAના પક્ષોના નેતાઓ અને કાર્યકરો ઉત્સાહપૂર્વક બેઠક વહેંચણી ફોર્મ્યુલાનું સ્વાગત કરે છે અને નીતિશ કુમારને પ્રચંડ બહુમતી સાથે મુખ્યમંત્રી તરીકે ફરીથી ચૂંટવા માટે એક થયા છીએ અને કટિબદ્ધ છીએ. બિહાર તૈયાર છે, ફરીથી NDA સરકાર.
વિનોદ તાવડેએ વધુમાં જણાવ્યું હતું કે તમામ NDA પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ આ નિર્ણયનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. બધા સાથી પક્ષો બિહારમાં NDA સરકાર પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર અને કટિબદ્ધ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp