આતંકવાદ સામે ભારતને મળી વધુ એક મોટી સફળતા, NIAએ 2 મોસ્ટ વૉન્ટેડ આતંકીઓની કરી ધરપરડ

આતંકવાદ સામે ભારતને મળી વધુ એક મોટી સફળતા, NIAએ 2 મોસ્ટ વૉન્ટેડ આતંકીઓની કરી ધરપરડ

05/17/2025 National

SidhiKhabar

SidhiKhabar

આતંકવાદ સામે ભારતને મળી વધુ એક મોટી સફળતા, NIAએ 2 મોસ્ટ વૉન્ટેડ આતંકીઓની કરી ધરપરડ

ISIS Pune Sleeper Module Case: આતંકવાદ સામે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતના 2 મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. NIA એટલે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ મુંબઈ એરપોર્ટ પરથી 2 ભાગેડુ આતંકવાદીઓની ધરપકડ કરી છે. બંને આતંકવાદીઓની ઓળખ અબ્દુલ્લા ફૈઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઈ છે. આ બંને આતંકવાદીઓ ઇન્ડોનેશિયાના જકાર્તામાં છુપાયેલા હતા. ભારત પરત ફરતા જ, બંનેને મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા. ત્યારબાદ NIAએ તેમની ધરપકડ કરી.


ISIS સાથે કનેક્શન

ISIS સાથે કનેક્શન

સૂત્રોનું કહેવું છે કે બંને આતંકવાદીઓ, અબ્દુલાલ ફૈઝ શેખ અને તલ્હા ખાન, 2023ના પુણે IED કેસમાં આરોપી છે. તેમાં તેમની સામે IED (બોમ્બ) બનાવવા અને પરીક્ષણ કરવા જેવા આરોપોનો સમાવેશ થાય છે. આ બંને ભારતમાં આતંકવાદી સંગઠન ISISના સ્લીપર સેલ છે. NIAની ખાસ કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું હતું. એટલું જ નહીં, આ બંનેની માહિતી આપવા બદલ 3-3 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

NIA સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓ ISISના પુણે સ્લીપર મોડ્યૂલ સાથે સંકળાયેલા હતા. તેમાં અન્ય 8 સભ્યોની ધરપકડ કરાઇ ચૂકી છે. તેમનો ઉદ્દેશ્ય ભારતમાં અશાંતિ અને સાંપ્રદાયિક તણાવ ફેલાવીને સરકાર સામે યુદ્ધ છેડવાનો હતો. આ ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાના ISISના કાવતરાનો એક ભાગ હતો.


અબ્દુલ્લા અને તલ્હાએ શું કર્યું?

અબ્દુલ્લા અને તલ્હાએ શું કર્યું?

અબ્દુલ્લા ફૈઝ શેખે પુણેના કોંઢવા વિસ્તારમાં ભાડે ઘર લીધું હતું. આ ઘરમાં IED બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2022-23 દરમિયાન, તેમણે બોમ્બ બનાવવા માટેની ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કર્યું. સાથે જ એ બંનેએ નિયંત્રિત વિસ્ફોટ કરીને IEDનું પરીક્ષણ પણ કર્યું હતું. આ કેસમાં UAPA, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, આર્મ્સ એક્ટ અને IPCની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે, જેથી ભારતમાં ISISની આતંકવાદી ગતિવિધિઓનો સંપૂર્ણ પર્દાફાશ થઈ શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top